રાજકોટ ખાતે કાળઝાળ ગરમીના માહોલમાં પરિવારથી વિખુટા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસે શોધી આપ્યા !!!

રાજકોટ, આરીફ દીવાન (મોરબી) :-

રાજકોટ જિલ્લા પંથકમાં પર પ્રાંતીઓ અને બહારગામ થી રોજીરોટી માટે રંગીલા રાજકોટ એવા સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં વિવિધ પ્રકારની રોજી રોજગારી માટે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે ત્યારે તારીખ 28 5 2023 ના રોજ રવિવારે જે સમય દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગુજરી બજાર ભરાય છે જેમ કે ઘર વપરાશની વસ્તુઓ લુગડા લતા સહિત વાહન અને વાહનના સ્ક્રેપ ભંગાર ની બજાર પણ ધમધમતી હોય છે અને ખાણીપીરીના સમાધિષ્ઠ સોખીનો માટે વિવિધ પાણીપુરીનો વેચાણ ધમધમતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાર ભીડ રાજકોટ શહેરમાં રવિવારે પણ રહેતી હોય છે એ સમય દરમિયાન મજૂરી કામ કરવા આવેલા મજૂરોના ત્રણ બાળકો ભક્તિનગર પોલીસ વિસ્તારની હદમાં એકાએક ગુમ થઈ ગયેલ હોય જેના વાલી વારસદાર તત્કાલ ભક્તિનગર પોલીસ નો સંપર્ક કરી તેના બાળકો ગુમ થયા અંગેની માહિતી પોલીસને જણાવતા તત્કાલ ભક્તિનગર પોલીસની ટીમ જુદા જુદા વિસ્તારમાં બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને કળકળતા તાપમા પરિવારથી ભૂલા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસ ટીમ દ્વારા મેળવી પરિવાર સાથે ભેટો કરાવી દીધો છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here