રાજકોટ જિલ્લામાં અરસ પરસ બદલી બાદ શાપર વેરાવળ પોલીસ મથકમાં વિદાય સમારંભ યોજાયો

રાજકોટ, આરીફ દીવાન (મોરબી) :-

પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં અને પોલીસ તંત્રમાં પરિસ્થિતિને ધ્યાને રાખી બદલી નો પ્રિયડ યથાવત રહેતો હોય છે વાર તહેવાર નિમિત્તે કે ચૂંટણી લક્ષી કે પછી પ્રમોશન સહિત વિવિધ પોલીસ અધિકારીઓને ફરજ ના ભાગે બદલીઓ કરવામાં આવતી જ હોય છે ત્યારે બદલી અંતર્ગત આવનાર અધિકારીનું સન્માન અને વિદાય સમારંભ પોલીસ પરિવાર તેમજ સામાજિક આગેવાનો રાજકીય નેતાઓના હસ્તે થતું હોય છે એવું જ કંઈક તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માં 20 પી.એસ.આઇ અધિકારીની આંતરિક બદલી કરવામાં આવી છે જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ મથકમાં કાયદો વ્યવસ્થા ને રખેવાળ એવા પોલીસ અધિકારી પી એસ આઈ એસ જે રાણા ની સાપર વેરાવળ પોલીસ મથકમાંથી રાજકોટ એલ આઈ બી ખાતે બદલી અંતર્ગત વિદાય સમારંભનો કાર્યક્રમ સાપર વેરાવળ પોલીસ મથકમાં યોજાયો હતો ત્યારે સાપર વેરાવળ પોલીસ મથકના સમગ્ર પોલીસ અધિકારીઓ સહિત ટી આર બી જી આર ડી શાપર વેરાવળ પંથકના વેપારીઓ અગ્રણીઓ આગેવાનો રાજકીય હોદ્દેદારો સહિત વિગેરે વિગેરે મોટી સંખ્યામાં વિદાય સમારંભ અંતર્ગત હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here