રાજનીતિના ચાણક્ય ગણાતાં અમિત શાહની નર્મદા જીલ્લાની બબ્બે મુલાકાતો ભાજપાને વિજ્ય અપાવસે..!!?

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારતિય રાજનીતિ માં છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારે બદલાવ આવ્યો છે, દેશ ની સમગ્ર રાજનીતિ સત્તાધારી ભાજપના ઇર્દગિર્ડ ફરતી જોવા મળી રહી છે, અને એમાંય જો કોઇ ઇસમો ની વાત કરીએ તો દેશના રાજકિય ફલક ઉપર માત્ર બે જ વ્યક્તિઓ દૃશ્યમાન થાય છે એક દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા પાર્ટી મા નંબર ટુ ગણાતા અને ભારતિય રાજનીતિ માં જેઓને ચાણક્ય ગણવામાં આવી રહયા છે એવા દેશ ના ગૃહ મંત્રી અમિત શાહ.

નર્મદા જીલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તાર મા ચુંટણીઓ ટાંને દેશ ના ગૃહ મંત્રી અને રાજ્ય ના ગૃહ મંત્રી ને બબ્બે ત્રણ ત્રણ વાર આવવું પડે લોકો ને સમજાવવા પડે રોડ શો યોજવા પડે એવી ઘટના 1લી ડિસેમ્બર ના રોજ યોજાનાર રાજ્ય વિધાનસભા ની ચુંટણીમાં પ્રથમ વખત જ જોવા ને અનુભવવા મળી છે , ભાજપા ની સ્થિતિ નર્મદા જીલ્લા ની 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા બેઠક ઉપર સારી નથી!! કારણ પણ સ્પષ્ટ છે નવા ચેહરા ઉપર દાવ લગાડવાનો પાર્ટી નો કાયમ ના માટે રમાતો દાવ છે,આ દાવ શહેરી વિસ્તારો મા સફળ પણ રહે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને તેમાંય ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ દાવ લગાડવાનો સફળ રહે છે કે ભાજપા ને ભારે પડે છે તે આવનારા સમયમાં ખબર પડશે.

હાલ તો ડેડીયાપાડા માં થોડાક દિવસ પહેલા અમિત શાહે જાહેર સભા યોજી હવે આજે નાંદોદ વિધાનસભા ના ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખ ના પ્રચાર અર્થે રાજપીપળા માં રોડ શો કર્યો,આ તમામ પાસાઓ ને જોતા ભાજપા એ પોતાની તમામ શક્તિ ચૂંટણી જંગ માં લગળવા માટે તત્પર હોય એ સાબિત કરી દીધું છે, બાકી આજે સેલંબા માં રાજ્ય સરકાર ના ગૃહ મંત્રી હર્શ સંગવી કામે લાગ્યા હોય ગતરોજ પણ તેઓ ડેડીયાપાડા ખાતે જ હોય તેમજ આ અગાઉ રાજપીપળા પણ આવી ચુક્યા હોય અને કેન્દ્ર ના ગૃહ મંત્રી અમિત શાહ પણ ચૂંટણી પ્રચાર માટે નર્મદા જીલ્લા માં બબ્બે વખત આવે એવું બન્યું નથી જ!!

શું અમિત શાહ ની નર્મદા જીલ્લા ની બે બે બેઠકો ઉપર જાહેરસભા અને રોડ શો શું ભાજપા ના ઉમેદવાર ને વિજયી બનાવવા માટે કારગર નીવડશે ખરી??

કારણ પણ સ્પષ્ટ છે ભાજપા સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી કરનાર માજી સંસદિય સચિવ હર્ષદ વસાવા પણ ભાજપા ના દરેક દાવ પેચ સારી રીતે જાણે છે,અને કાઁગ્રેસ ના યુવા ઉમેદવાર હરેશ વસાવા પણ પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી તરિકે નિપુણ ખેલાડી માનવામાં આવી રહયા છે અને ડૉ. પ્રફુલ વસાવા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેઓ પણ મેદાન મા છેજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here