તારાપુર ગામ પંચાયતની રેસમા સોજીત્રા ધારાસભ્ય પુનમભાઇ પરમારે ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું

તારાપુર,(આણંદ) રાહીબ શા દિવાન :-

તારાપુર ગામ પંચાયત ની ચુટણીમાં તારાપુર સરપંચ ની રેસમાં સોજીત્રા વિધાનસભા ના ધારાસભ્ય પુનમભાઇ પરમારે ઉમેદવારી નોંધાવતાં તારાપુર નુ રાજકારણ ગરમાયું છે. પુનમભાઇ પરમારે ગામ પંચાયત ના સભ્ય તેમજ ટેકેદારો સાથે ગામ ની પેનલ બનાવી પોતે સમર્થકો સાથે ગામ પંચાયત ની ચુટણીમાં ઉમેદવારી નોંધાવી છે જેથી હાલ તારાપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી અંતર્ગત શિયાળાની ઋતુમાં ઠંડીના માહોલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here