લુપ્ત થતી વનસ્પતિને બચાવનું અનોખુ અભિયાન વંદે વસુંધરા બીજ બેંકનું બીજ પોસ્ટ

ખાંભા(અમરેલી)
ભરત લાખણોતરા

વંદે વસુંધરા બીજ બેંકમા 200થી વધારે જાતની વનસ્પતિનાના બીજનું વિતરણ કરેલ છે, ભાવનગર જિલ્લાના બોરડા ગામના રાજેશ ભાઈ બારૈયા અને એના પત્ની ધની બેન સાથે નાના બાળકો પણ આ પ્રકૃતિ પ્રેમનું સિંચન કરે છે.

રાજેશભાઈ બારૈયા વર્ષોથી પર્યાવરણ માટે અલગ અલગ આર્ટિકલ લખે છે સાથે વંદે વસુંધરા વૉટ્સએપ ગ્રુપમાં પર્યાવરણની વિચાર શ્રેણી દ્વારા વનસ્પતિ પરીચય તથા પર્યાવરણ તરફ લોકોને જોડે સાથે દરરોજ એક વનસ્પતિનો ફોટો સાથે પરીચય આપે છે અત્યાર સુધીમાં 250 વનસ્પતિના પરીચય આપ્યા છે, એ આલ્બમ ફેસબુક પર વાંચી શકાય છે, તો આ નાશ થતી વનસ્પતિને બચાવ 2019મા 150 લોકોને અશ્વગંધા, સર્પગંધા, રૂખડો, શિવલીંગી, લાલ શિમળો, શંખપુસષ્પી , હેમકંદ, શતાવરી વગેરેના બીજ ફ્રિમાં મોકલ્યા તો આ વર્ષે બીજ એકત્રીકરણ કરી વંદે વસુંધરા બીજ બેંક બનાવી બીજ પોસ્ટ.અભિયાન દ્વારા દરેક જગ્યાએ પહોચાડવાનું ચાલુ છે આ જેમા 850 થી વધારે લોકોને મોકલ્યા છે ગુજરાતના દરેક વિસ્તારને આવરી લીધો છે.

સાથે-સાથે ગુજરાત બહાર મુંબઈ, મધ્યપ્રદેશ, છતીસગઢ, આસામ, કર્ણાટક, પંજાબ, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં પણ આ બીજ પોસ્ટ અભિયાન ખુબ સારો પ્રતિસાદ મળીયો છે, અત્યારે સુધીમાં 6000-6500 બીજના પેકિંગ કર્યા છે, એક પેકિંમાં 7-10 બીજ નાખવામાં આવે, એક વ્યક્તિ 10-12 પ્લાન્ટના બીજ પસંદ કરી શકે. આવી રીતે અત્યાર સુધીમાં 60,000 થી વધારે બીજ લોકો સુધી પહોચાડીયા છે. આ અભિયાનને શહેરી વિસ્તારમાં પણ સારો પ્રતિ સાદ આવ્યો ગુજરાતમાં અમદાવાદમાંથી વધારે બીજ મંગાવે છે.

આ બીજ પોસ્ટ અભિયાન દ્વારા વઘઇ બોટનીકલ ગાર્ડન, પાટણ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી રાજકોટ, એઁજિનિયરિંગ કૌલેજ રાજકોટ, સૃષ્ટી સંસ્થા અમદાવાદ, જૂનાગઢ વનવિભાગ તથા ગુજરાતની ઘણી સ્કૂલ-કૌલેજોમાં આ બીજ પહોચાડીયા છે હજુ આ અભિયાન ઓગસ્ટના અંત સુધી ચાલુ રહેશે, આપ પણ મંગાવવા માંગતા હોય તો પર્યાવરણપ્રેમી હજુ પણ મંગાવી વાવી શકે ફકત વૉટ્સએપ 9427249401 પર વંદે વસુંધરા લખી મોકલો ત્યાં એક લિંક દ્વારા હાલ ઉપલબ્ધ બીજનું લિસ્ટ અને માહિતી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here