આજે 1 ઓગષ્ટના રોજ અમરેલી શહેરના 2 સાથે જિલ્લામાં વધુ 11 કોવિડ-19 ના પોઝિટિવ કેસ

આજ તા.1 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લા માં કોવિડ-19 અમરેલી શહેરના 2 કેસ સાથે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ કુલ 463 પોઝિટિવ કેસ થયા.

અમરેલી
હિરેન ચૌહાણ

માણેકપરાના સત્યનારાયણ મંદિર પાસેના 58 વર્ષીય પુરુષ, વૃંદાવન પાર્ક-4 ના 62 વર્ષીય પુરુષ (બે કેસ), બગસરાના ખત્રીવાડ, મેઈન બજારના 65 વર્ષીય પુરુષ, જાફરાબાદ પીપળી કાંઠા ના 59 વર્ષીય પુરુષ, અને કુંકાવાવ ના સૂર્યપ્રતાપગઢ ના 32 વર્ષીય પુરુષ, ઈંગોરાળાના 35 વર્ષીય પુરુષ, દામનગરના સીતારામનગરના 65 વર્ષીય મહિલા, જસવંતગઢ ના 55 વર્ષીય મહિલા અને 55 વર્ષના પુરુષ ( બે કેસ ), પીપળી કાંઠા ના 40 વર્ષીય પુરુષ અને 38 વર્ષીય મહિલા ( બે કેસ ) આમ હાલ કુલ 463 કેસ માંથી 16 દર્દીઓના મૃત્યુ, 183 દર્દીઓ સારવાર હેઠળ અને 264 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજ તા.1 ઓગસ્ટના કુલ કેસ 11 થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here