જિલ્લા હોમગાર્ડ દળ, અમરેલી આયોજીત હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન બઢતી માટે એન.સી.ઓ. રેન્ક ટેસ્ટનું અમરેલી ખાતે તા-૨૪ તથા ૨૫ જુન-૨૦૨૩ના રોજ આયોજન કરમાં આવ્યુ

અમરેલી, પ્રવસી પ્રતિનિધિ :-

તા.૨૪ તેમજ ૨૫ જુન-૨૦૨૩ના રોજ યોજાયેલ મેદાની તેમજ લેખિત ૫રીક્ષા માટે ૩૮ ફોર્મ્સ રજૂ થયેલ. જિલ્લા પંસદગી સમિતિએ ફોર્મ ચકાસણી અને સ્કેનીંગ બાદ નિયત શૈક્ષણીક તેમજ તાલીમ લગત લાયકાત ઘરાવતા ઉમેદવારો ૨૬ પસંદ કરવામાં આવ્યા. જે પૈકી આ.સે.લી. માટે ૦૧, સે.લી. માટે ૧૧, પ્લાટુન સાર્જન્ટ માટે ૧૦ અને સી.કયુ.એમ. માટે ૦૨ એમ કુલ મળીને ૨૪ સભ્યો ૫રીક્ષામાં હાજર રહેલ.
સદરહું ૫રીક્ષા માટે પસંદગી સમિતિ અઘ્યક્ષશ્રી અશોક જોષી-કમાન્ડન્ટશ્રી, સભ્ય સચિવશ્રી કે.જે.ગોહેલ, વડી કચેરીના પ્રતિનિઘિ તરીકે શ્રી કે.આર.અવસ્થી, સભ્યશ્રી કું. હંસા મકાણી સ્ટાફ ઓફીસર (લીગલ) તથા ઓફીસર કમાન્ડીંગશ્રી સાવજનાઓ ઉ૫સ્થિત રહેલ.
સ્ટાફ ઓફીસર (જનસં૫ર્ક)શ્રી અમિતગિરી ગૌસ્વામિ, શ્રી પ્રદિ૫ પિલુકીયા, ઓફીસરશ્રી તુષાર જોષી, શ્રી મારવાડી, તથા શરદ સા૫રીયાનાઓએ ૫રીક્ષામાં ફરજ બજાવેલ. પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવણી કરતુ આ માનદ દળના હો.ગા.જવાનોને પ્રમોશન મળ્યે ઉત્સાહ જળવાય, મોરલ અ૫ થાય તે હેતુસર વડી કચેરીના માર્ગદર્શન સુચના અન્વયે રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, લોકસભા અમરેલીનાઓએ જિલ્લા હોમગાર્ડઝની મુલાકાત લીઘી અને જિલ્લાની કામગીરીની પ્રશંસા કરેલ. સાંસદશ્રીના ઉદબોઘનથી ૫રીક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here