પંચમહાલ જિલ્લામાં વધુ ૪૨ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા…

ગોધરા,(પંચમહાલ)
માહિતી બ્યૂરો

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મહાવીર નગર-૦૩, બામરોલી રોડ પર આવેલ ક્રિષ્નાનગર-૦૨, ધરણીધર સોસાયટી, જહુરપુરા માર્કેટ, દેવની શેરી (કાછિયાવાડ), મહાવીરનગર-૦૫ (બામરોલી રોડ), સહજાનંદ સોસાયટી-૦૧, મન્સૂરી સોસાયટી, અબ્દુલ્લા મસ્જિદ, રાયણવાડી, નાડિયાવાસ, રામનગર-૦૨, ફાટક વિસ્તાર, દડી કોલોની, વાવડી ફળિયા (સોનીવાડ), વિવેકાનંદ નગર, હાલોલ તાલુકાના કણજરી ગામમાં સમાવિષ્ટ ઉદ્યોગ નગર-૦૧, ગાયત્રીનગર, કાલોલ તાલુકામાં સમાવિષ્ટ શક્તિપુરા (બાકરોલ), નાના મહોલ્લા- ૦૩ અને રણછોડજી મંદિર ફળિયા (વેજલપુર),
શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ મેઈન બજારનો વિસ્તાર, શહેરા તાલુકાના આકડીયા ગામમાં સમાવિષ્ટ ગઢવી ફળિયા, અણિયાદ ગામનું ગુવારિયા ફળિયા, જાંબુઘોડા તાલુકામાં ઉચેટ ગામમાં સમાવિષ્ટ દેવલ ફળિયા,હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ અયોધ્યાનગર-૦૩, પાશ્વનાથ સોસાયટી-૦૨, બળિયાદેવ વિસ્તાર, ઉમા સોસાયટી, કણજરી રોડની નીલકંઠ સોસાયટી, શારદાનગર અને પૂંજા સોસાયટી, ગોધરા રોડની સાગર સોસાયટી, મંગલવાડી, ગોકુલધામ-૦૨, લકુલીશનગર સોસાયટી-૦૩, પોલિકેબ કંપની યુનિટ-૦૧, ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં સમાવિષ્ટ પટેલ ફળિયા, ટીંબા રોડ ગામ, વાવડી બુઝર્ગ ગામમાં સમાવિષ્ટ ધોળાકુવા, ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામનું રાઠવા ફળિયા, રણજિતનગરની નવી વસાહત, પાલ્લા ગામનો વ્હોરા ફળિયા વિસ્તાર વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here