ઇ-ગવર્નન્સના ભાગરૂપે ડીઝીટલ સેવાઓ અંગેનો વ્યાપ વધારવા તથા અભિપ્રાય આપવા પ્રજાજનોને અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એડમીનીસ્ટ્રેટીવ રીફોર્મેન્સ અને પબ્લીક ગ્રીઇવન્સ ડી.એ.આર.પી.જી દ્વારા નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસ ડીલેવરી એસેસમેન્ટ ૨૦૨૧ દ્વારા એનઇએસડીએ ૨૦૨૧ સીટીઝન સર્વે તા.૧ ઓગષ્ટના રોજ લોંચ કરવામાં આવેલ છે. જેના પગલે ડીઝીટલ સેવાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે સર્વે (https://nesda.gov.in/publicsite/survey/public/) લીંક ધ્વારા કરવા માટે સરકારશ્રી ધ્વારા સુચવાયેલ છે, જેમાં પ્રજાજનોએ, સરકારી અધિકારીઓ/કર્મચારીઓએ ઉક્ત વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને સરકારની ઓનલાઇન સેવાઓનો અભિપ્રાય આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં ડીઝીટલ ગુજરાત અન્વયે પ્રશંસનીય કામગીરી થઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ પણ ડીઝીટલ સેવાઓ મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here