નર્મદા જિલ્લામાં તા 28 મી ના રોજ યોજાશે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાનો કાર્યક્રમ રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાશે

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં કાર્યક્રમના આગોતરા આયોજન અંગે યોજાયેલી બેઠક

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આગામી તા.૨૮ ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ રાજ્ય સમસ્તની જેમ, નર્મદા જિલ્લામા પણ ‘કસુંબી નો રંગ’ ઉત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.

નર્મદા જિલ્લામાં ઉક્ત કાર્યક્રમના આગોતરા આયોજન અંગે નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી વ્યાસે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાનારા ‘કસુંબી નો રંગ’ કાર્યક્રમની સુક્ષ્મ વિગતો આપી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને આયોજન સંબંધી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસે આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન આંકોલીયા ઉપસ્થિત રહેશે, તેમ જણાવી જુદા જુદા અધિકારીઓને જવાબદારીઓ સુપ્રત કરી હતી. આ બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

તા.૨૮/૮/૨૦૨૧ ને શનિવારના રોજ રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન કવિ શ્રી મેઘાણીના જીવન કવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મેઘાણી સાહિત્યનુ વિતરણ પણ કરાશે. આ ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરાશે.

આજે યોજાયેલી ઉક્ત ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, નાયબ કલેક્ટરશ્રી એ.આઇ.હળપતિ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસરશ્રી કે.કે.સિંધા, જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી એન.એસ.અસારી, સીનીયર કોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલદેવ ઢોડીયા સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here