રાજપીપલા પોલીસે મોતીબાગ વિસ્તારમાંથી વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરને ઝડપી પાડી

મહિલા બુટલેગરે પોતાના ધરમા બાથરુમની પાણીની ટાંકીમાં બિયર કવાટરિયા સહિત દારૂનો જથ્થો સંતાડેલો જે ઝડપી પડાયો

મહિલા બુટલેગરને અટક કરી રુપિયા 8450 નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડાના કડક નિર્દેશોને પગલે તથા ના.પો.અધિશ્રી રાજપીપલા ડીવીઝનનાઓ રાજેશ પરમારની કડક સુચના આધારે તથા પો.ઇન્સ.શ્રી એન.એસ.પરમારનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એમ.બી.વસાવા, રાજપીપલા પોલીસ સ્ટેશનના ઓએ સ્ટાફ સાથે રાજપીપળાના મોતીબાગ વિસ્તારમાંથી એક મહિલા બુટલેગરને ઘરે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડી મહિલાની અટકાયત કરી રુપિયા 8450 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ મથકના પોલીસ.સ.ઇ. એમ.બી. વસાવાનાઓને ચોકકસ બાતમી મળેલ કે રાજપીપલા ટાઉનના મોતિબાગમાં રહેતી વર્ષાબેન શીવાભાઇ વસાવાનાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતા ઘરની આગળ આવેલ બાથરૂમમાં આવેલ પાણીની ટાંકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મથનેશ વ્હીસ્કીના માર્કાવાળા ૧૮૦ મીલીના કવાટરીયા નંગ-૪૦ કિ.રૂ.૪૦૦૦/- તથા (૨) ટીન બિયર પાવર ૧૦૦૦ ના માર્કાવાળા ૫૦૦ મીલીના ટીન નંગ-૧૨ કિ.રૂ ૧૨૦૦/- તથા (૩) ટીન બિયર માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગના મારકાવાળા પ૦૦ મીલીના ટીન નંગ-૧૧ કિ.રૂ.૧૧૦૦/- તથા (૪) દેશી દારૂ સૌફ મારકાવાળા ટૅન્ગો ૯૦ મીલીના પ્લાસ્ટીકના કવાટર નંગ-૪૩ કિ.રૂ.૨૧૫૦/- મળી કૂલ કિ.રૂ.૮૪૫૦/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પો.અધિશ્રી રાજપીપલાનાઓ દ્વારા જીલ્લામાં ઇગ્લીશ દારૂનો ધંધો કરતા ઇસમો સામે સખ્ત પગલાં લેવા તથા વધુમાં વધુ બાતમીદારો રોકી બાતમી મેળવી કેસો કરવા તથા નાકાબંધી કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા તથા વેચાણ કરતા અસામાજીક તત્વોને પકડી કાયદેશરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા રાજપીપલા પોલીસ સજ્જ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here