શહેરા: ભદ્રાલા ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB પોલીસ

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ભદ્રાલા ગામે એક મહિલાના રહેણાંકમાં ભોયરામાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ, મહિલા સહિત અન્ય એક સામે ગુન્હો નોંધાયો.

પંચમહાલ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના ભદ્રાલા ગામે રહેતી સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઈ ચૌહાણ અને ગોપી મંગલીયાણા ગામનો જનક ઉર્ફે પીન્ટુભાઈ કાભસિંહ પગી આ બંને ભેગા મળી વિદેશી દારૂ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં સુખીબેન ઉર્ફે કોકી ચૌહાણના રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે, આ અંગેની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસની ટીમે ભદ્રાલા ગામે રહેતી સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઈ ચૌહાણના મકાનમાં રેઇડ કરતા મકાનના એક રૂમમાં મુકેલ શોફા નીચે જોતા જમીનની અંદર ઉતરવા પગથિયા જોવા મળતા ત્યાં ભોયરું બનાવેલ જણાઈ આવતા તે ભોયરામાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂ ભરેલ પેટીઓ અને છૂટી બોટલો મળી આવી હતી, જેની ગણતરી કરતા ૧૪૭ નંગ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જેની કિંમત રૂ.૩૪,૬૦૦ નો મુદ્દામાલને પોલીસે કબ્જે કર્યો હતો, જોકે રેઇડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો રાખનાર ભદ્રાલા ગામની સુખીબેન ઉર્ફે કોકી ભારતભાઈ ચૌહાણ અને ગોપી મંગલીયાણા ગામનો જનક ઉર્ફે પીન્ટુભાઇ પગી મળી આવ્યો ન હતો, સમગ્ર બાબતે બંને બુટલેગરો સામે શહેરા પોલીસ મથકે પ્રોહીએક્ટ મુજબનો ગુનો નોંધી પોલીસે બંને બુટલેગરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here