કાલોલની 2 સંતાનોની માતાને પતિ દ્વારા બીજી પત્ની લાવવા માટે ત્રાસ આપી કાઢી મુકતા પતિ સહિત 4 ઈસમો સામે ફરિયાદ

કાલોલ (પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

લાંબા લગ્નજીવન બાદ પણ બીજી પત્ની લાવવાની ઈચ્છા મુખ્ય કારણભૂત

કાલોલ નગરના ભાગ્યોદય સોસાયટી ખાતે રહેતા પરિવારના પરણીતાએ પતિ ,સાસુ ,દીયર અને નણંદ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરિયાદની વિગતો મુજબ કાલોલ ના પીંગળી ગામ ની વતની એવી નયનાબેન ના લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ કાલોલના ભાગ્યોદય સોસાયટીમાં રહેતા નીતિનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા સાથે થયા હતા લગ્ન બાદ તેઓને બે સંતાનો પણ થયા હતા તેણીનો પતિ દારૂ પીતો હોવાથી આ બાબતે પણ અવારનવાર ઝઘડો અને મારઝૂડ કરતો. આ બાબતે તેની સાસુ ખનીબેન દીયર જગદીશભાઈ અને નણંદ આશાબેન અવાર નવાર ઘરકામ બાબતે ઝઘડો કરી ચડામણી કરતા હતા પરિણીતાના પિતા સુરત ખાતે રહેતા હોય તેના પિતા તેને તથા તેના પતિને સુરત બોલાવતા પાંચેક વર્ષથી સુરત રહેતા હતા પરંતુ લોકડાઉન થવાથી એપ્રિલ ૨૦૨૦ માં તેઓ કાલોલ આવ્યા હતા પરણિતાના પતિ ના મોબાઈલ માં કોઈ અજાણી છોકરી નો ફોન આવતા ફોન ઉઠાવી વાત કરી હતી તથા આ છોકરી બાબતે પોતાના પતિને પૂછતાં તેણે જણાવ્યું હતું કે,”તે મારી રખાત છે અને મારે બીજી બૈરી કરવાની છે તારે રહેવું હોય તો શાંતિથી રહેજે” તેમ કરીને મારઝૂડ કરતો હતોઆ બાબતની ફરિયાદ પણ તેઓએ પોતાના સાસુ દીયર અને નણંદ ને કહી પોતાના પતિને સમજાવવાનું કહેતા તે ત્રણેવ પણ તેના પતિના સૂરમાં સૂર મિલાવી ગાળો બોલી,” તને શું વાંધો છે તારે નિતિન સાથે રહેવું હોય તો રહે તે બીજી બૈરી લાવવાનો છે” તેવું કહી ત્રાસ આપતા. આ અગાઉ પણ ચારથી પાંચ વખત આ પરણિતા ને ઘરેથી કાઢી મૂકી હતી પરંતુ દરેક સમયે સમાજના આગેવાનો મારફતે સમાધાન કરીને આવતા હતા અને તે લાવ્યા બાદ અવારનવાર તેની સાસુ નણંદ અને દિયર દ્વારા ઘરકામ બાબતે ખોટા બહાના કરી ઝઘડો કરતા આમ પતિ, નણંદ, સાસુ ચારેવ ભેગા મળી ગંદી ગાળો બોલી , જાન થી મારી નાખવાની ધમકી આપી એક સંપ કરી માર મારી ગડદા પાટુ નો મારમારી ઘરમાંથી કાઢી મૂકતા, શારીરિક-માનસિક ત્રાસ આપતા કાલોલ પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે નીતિનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ખનીબેન લક્ષ્મણભાઈ મકવાણા,જગદીશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા,આશાબેન પ્રદીપ મકવાણા તમામ રે.ભાગ્યોદય સોસાયટી કાલોલ વિરુદ્ધ ઈપીકો કલમ ૪૯૮-ક ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ નો ગુનો દાખલ કરી જેની પી.એસ.આઇ કે.એચ. કારેણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here