રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે દેડિયાપાડાના દર્દીનું મોત પુત્રે લગાવ્યા દવાખાના શાસકો સામે બેદરકારીના આરોપ

હોસ્પિટલ
કોવિડ હોસ્પિટલ રાજપીપળાની તસ્વીર

પિતાની સાથે દવાખાનામાં જ સારવાર માટે દાખલ કરવામાં આવેલ પુત્રને પિતાને અન્ય દવાખાનામાં લઇ જવાનું તબીબનો ફરમાન કેટલો યોગ્ય ?

હોસ્પિટલ સત્તાવાળાઓ જ સમયસર સારવાર માટે પિતાને યોગ્ય દવાખાનામાં ન મોકલતા દવાખાનાની બેદરકારીથી મોત નિપજ્યાનો પુત્રનો ગંભીર આરોપ, તપાસની માંગ

મુખ્યમંત્રી સહિત કલેક્ટરને લેખિતમાં જાણ કરી તંત્ર સામે ફરિયાદ કરતો પુત્ર

ઓકસીજન અને વેન્ટીલેટરની કોઈ જ સગવડ ન અપાઈ જે પિતાનો મોતનું બની કારણ

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

હોસ્પિટલ
તસ્વીર

રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં દર્દીઑ દવાખાનાના સંચાલન અપૂરતી સગવડો સામે ધણા સમયથી પશ્રો ઉઠાવી રહ્યા છે. ફરિયાદો આવતા જીલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર દોડી આવ્યા હતા અને વહીવટી તંત્રને સુચના આપી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ દવાખાનામાં મુલાકાત લીધી હતી.

આ તમામ વચ્ચે દર્દીઑ તથા તેમના સગાં સબંધીઓએ દવાખાનામાં ચાલતાં રેઢીયાળ તંત્ર નિષ્કાળજીથી દર્દીઑ મોતને ભેટતા હોવાના આરોપ બહાર આવી રહયા છે.
દેડિયાપાડાના નટવરભાઈ છગનભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તા.24 મી જુલાઇના રોજ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં આરોગ્યની ટીમ લઇ આવી હતી. પરિવારમાં દર્દીના પુત્ર અંકિત પટેલ તેની પત્ની અવનીબેનને દવાખાનામાં રાજપીપળા લાવી કોરોન્ટાઇન કરાયા હતા. જ્યાં તેઓનું સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ અને પોઝિટિવ તેમજ નેગેટિવ રિપોર્ટના ચક્કરમાં તેઓને પાડયા હતા. કોઈ પણ જાતના સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ આપવામાં આવતા ન હોતા અને દવાખાનામાં જ દાખલ હતા ત્યારે તા.27 મી ના રોજ ફરજ બજાવતા તબીબ મેણાતે ફૉન કરી કોરોના પોઝિટિવના દર્દી નટવરભાઈ છગનભાઈ પટેલના પુત્ર અંકિત પટેલને ફૉન કરી કહેવામાં આવેલ કે તમારા પિતાની તબિયત ખરાબ છે તેમને બીજા દવાખાનામાં લઇ જાવો.

આ સાંભળી અંકિત પટેલ દર્દીનો પુત્ર હેરાન થયો હતો કારણ તે પોતે નેગેટિવ કે પોઝિટિવના ચક્કરમાં કોવિડ હોસ્પિટલમાં જ દાખલ હતો ! અંકિતે ફરજ પરનાં તબીબને જણાવ્યું કે તે પોતે તેમજ તેના પત્નિ રાજપીપળા દવાખાનામાં જ દાખલ કરવામાં આવ્યા છેબતો પિતાને કઇ રીતે બીજા દવાખાનામાં લઇ જાય !

આમ અવાર-નવાર પુત્રને કહેવાતુ પિતાને બીજા દવાખાનામાં લઇ જાય, આવુ કેમ ? શુ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ સગવડો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ? દવાખાનાનું તંત્ર કોઇ જવાબદારી લેવાં કેમ તૈયાર નથી ? વેન્ટીલેટર 10 ICU બેડ 8 ના જે બોર્ડ દવાખાનામાં પ્રવેશતાં જ મારવામાં આવ્યા છે તેનુ શુ ? કોના માટે આ સગવડ ઉભી કરાઇ છે? જેવા અનેક પશ્રો દવાખાનાના સંચાલન સામે ઉભા થઇ રહ્યા છે.

શુ કોરોના પોઝિટિવ દર્દી માટે બીજા દવાખાનામાં કોઇ સ્પેશિયલ દવા આવી ગઇ છે ? કે ત્યા દર્દીને લઇ જવાય તો દર્દી મોતના મુખમાંથી પાછો ફરી જાયન? અનેક સવાલો રાજપીપળામાં કોવિડ હોસ્પિટલ સામે ઉભા થઇ રહ્યા છે.

ઓકસીજન કે વેન્ટીલેટરનો રાજપીપળામાં ઉપયોગ જ નથી કરાતોના આરોપ લાગી રહ્યા છે જે ખુબ જ ગંભીર બાબત છે. લોકોના જીવન મરણનો ગંભીર પશ્ર હોય, સગવડો ઉપલબ્ધ હોય છતા દર્દીઑને સારવાર ન આપી મોતના મુખમાં ધકેલાઈ રહયા છે.

જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પોતાના પિતાના દવાખાનામાં બેદરકારીથી થયેલા મોતના મામલે પુત્ર અંકિત પટેલ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિત નર્મદા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે તેમજ પોતાના વકીલ મારફતે રાજપીપળા પોલીસ મથકમાં પણ બેદરકારી દાખવવા બદલ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here