રાજપીપળામાં બે દિવસના વિરામ ફરી કોરોનાના કેસોમાં ઉછાળો

આજે 15 પોઝિટિવ કેસો નોધાયા

નર્મદા જિલ્લામાંથી કુલ 16 ર્પોઝિટિવ દર્દીઓ મળી આવતાં જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑ સંખ્યા 375 ઉપર પહોંચી

રોયલ સનસીટી વડિયા ખાતેથી પણ પોઝિટિવ દર્દી મળી આવ્યા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેવાં સમયે રાજપીપળા નગરમાંથી બે દિવસ ઓછા કેસો નોધાયા હતા જેથી નગરજનોએ રાહતનો દમ લીધો હતો પરંતુ આજે ફરી એક વાર રાજપીપળા નગરમાંથી 15 પોઝિટિવ કેસો મળી આવ્યા છે .

નર્મદા જિલ્લામાં આજરોજ કુલ 16 પોઝિટિવ કેસો નોધાયા હતા. જેમાં મોટા ભાગના 15 પોઝિટિવ કેસોતો માત્ર રાજપીપળા નગરના જ હોય ને પશ્રો ઉભા થઇ રહ્યા છે. જીલ્લામાં નોધાયેલ 16 મો પોઝિટિવ કેસ પણ રાજપીપળા નગરને અડીનેજ આવેલ વડીયા ગામ ખાતેની રોયલ સનસીટીમાંથી 1 કેસ નોંધાયો છે.

રાજપીપળાના કાછીયાવાડ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે આજે પણ પોઝિટિવના 4 કેસ કાછીયાવાડમાંથી મળી આવેલ છે, આમ જીલ્લાનું એપિસેન્ટર રાજપીપળા અને રાજપીપળાનું એપિસેન્ટર કાછીયાવાડ બનતુ જઇ રહયુ છે. નવાફલીયા ખાતેથી 3 કેસો, હાઉસીંગ બોર્ડમાંથી 1 કેસ, લીમડાચોકમાંથી 1 કેસ, રાજપુત ફળીયામાંથી 1 કેસ, ટીંબા ખડકીમાંથી 1 કેસ ,ભાટવાડામાંથી 2 કેસ, લાલટાવર પાસેથી 1 કેસ અને ચંદ્રવિલા સોસાયટીમાંથી 1 કેસ મળી આવતા સમગ્ર નગર કોરોનાના કહેરમાં સપડાતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આજરોજ 364 ઇસમોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયેલા હતા. જ્યારે ગતરોજ માત્ર 55 જ ઇસમોના ટેસ્ટીંગ સેમ્પલ લેવાયેલા જેમના રિપોર્ટ આજે આવતા તેમાથી 16 પોઝિટિવ કેસો મળી આવ્યા છે જે ચિંતાનો વિષય બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here