બોડેલી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સ્થળના સમગ્ર વિસ્તારમાં “નો સ્લાઈંગ ઝોન” જાહેર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અગામી તા. ૨૩/૦૯/૨૦૨૩ થી તા. ૨૭/૦૯/૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બોડેલી સેવાસદન ખાતે પધારનાર હોય સુરક્ષાની દ્રષ્ટીએ “ઝેડ પ્લસ, એસ પી જી સુરક્ષા ક્વચ ધરાવતા હોઈ તેઓની સલામતી અને સુરક્ષા વ્યવસ્થાને ધાને રાખી જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરના જહેરનામાં દ્વારા તા. ૨૭/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૬:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થયા સુધી તથા તેમના અન્ય કાર્યક્રમ સ્થળે જવા રવાના થયા સુધી કાર્યક્રમનો સમગ્ર વિસ્તાર “નો ફ્લાઈંગ ઝોન” જાહેર કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સ્થળની પ૦૦ મીટરની ત્રિજ્યાનાં વિસ્તારને તા. ૨૭/૦૯/૨૦૨૩નાં રોજ સવારનાં ૦૬.૦૦ કલાકથી નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવે છે. જેથી કોઈપણ ડ્રોન, ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઊડી શકે તેવા સાધનો ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here