વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિના ગુન્હામા છેલ્લા નવ મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પકડી પાડતી હાલોલ ટાઉન પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.હિમાંશુ સોલંકી સાહેબનાઓએ આપેલ માર્ગદશન અને સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.બી.ચૌધરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ નાસતા ફરતા વોંન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સપેકટર શ્રી એ.બી.ચૌધરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૧૦૬૭૩ / ૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ( એ ) ( ઈ ) ૧૧૬ ( બી ) ૮૧ , ૧૦૮ , ૯૮ ( ૨ ) મુજબ ના કામનો આરોપી નામે બુટીયો ઉર્ફે બંટી કૈલાશભાઇ તિવારી મરૂણ કલરનો સફેદ ટપકાવાળો શર્ટ પહેરી બસ સ્ટેન્ડ ખાતે ઉભો છે તેવી ચોકક્સ બાતમી ના આધારે પોલીસ સબ ઇન્સ શ્રી એમ.કે.માલવીયા તથા સર્વેલન્સ ટીમના માણસો સદર બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશનને ગુનાના કામે સોપવાની તજવીજ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here