નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 500 ને પાર આજે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૪૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દર્દીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૦૭

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૧,૧૮૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૬ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધતાં આજરોજ જીલ્લા ભરમાંથી પોઝિટિવના દર્દીઑની સંખ્યાએ 500 નો આંક વટાવ્યો હતો.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૩૪૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૯ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૫૦૭ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૨ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨૯ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૨૧૧ દર્દીઓ સહિત કુલ ૪૪૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૬ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૨૦ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૦ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૧ દર્દીઓ સહિત કુલ ૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૧૫ ,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૨૭૪ સહિત કુલ ૨૯૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૧,૧૮૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૪૫ દર્દીઓ, તાવના ૩૬ દર્દીઓ, ઝાડાના ૩૫ દર્દીઓ સહિત કુલ-૧૧૬ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૨૬,૪૫૪ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૪,૨૮,૬૮૬ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here