નર્મદા જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી મનીષા ગાંધીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

સામાન્ય સ્ત્રી બેઠક આદિવાસી મહિલા ને ફાળવતા સમાજ સાથે અન્યાય -મનીષા ગાંધી

ભાજપ તાલુકા મહિલા મોરચા મહામંત્રી સરોજબેન તડવીની પણ ઉપેક્ષા કરાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી

સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં નર્મદા જીલ્લા મા ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે , તેમ છતા રાજકીય પક્ષો પોતાના સતતાવાર ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં પાછી પાની કરી રહયા છે , જે માટે નુ મુખ્ય કારણ પોતાના કાર્યકરો બળવો કરે એવા એંધાણ અગાઉ થી જ આવ્યા હોય એમ લાગી રહયુ છે. એવામાં રાજપીપળા પાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે.એ તમામની વચ્ચે રાજપીપળા પાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.

રાજપીપળા પાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા આયાતી ઉમેદવાર તો અમુક વોર્ડમાં અન્ય વોર્ડ ના આયાતી ઉમેદવારો ભાજપે ઉતારતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.અગાઉ નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ત્યારે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.રાજપીપળા પાલિકા વૉર્ડ 5 અને વૉર્ડ 7 માંથી ભાજપની જ મહિલા આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ચુંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.

રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલના પુત્ર કુલદીપસિંહ ગોહિલે વોર્ડ 6 માંથી ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ ભર્યા હતા.પાર્ટી એ હજુ સુધી સત્તાવાર ઉમેદવાર જાહેર કરેલ ન હોય અણી ના સમયે મેન્ડેટ ન મળે તો ?? નુ આગોતરું જ આયોજન કરી નાખ્યુ છે.

ભાજપ પરતયે રોષ પ્રગટ કરતા ભાજપા મહિલા મોરચા મહામંત્રી મનીષા બેન ગાંધી એ જણાવ્યું હતું કે અમને ભાજપની સેવાનું ફળ ન મળ્યું, હું ફોર્મ પાછું નહીં ખેંચુ નુ જણાવી વિશેષ મા જણાવ્યું હતું કે પોતે 1999 થી ભાજપમાં કામ કરે મેં પોતે ભાજપની તમામ બેઠકોમાં હાજરી આપી છે, જવાબદારી પૂર્વક કામ પણ કર્યું છે.ગત વખતે પણ મારા વોર્ડ 5 માંથી સામાન્ય મહિલા ની બેઠક માટે ઉમેદવારી નોંધાવી પક્ષ પાસે ટિકિટ માંગી હતી ન આપતા ઉજળીયાત વર્ગ ની આ ટિકિટ આદિવાસી મહિલા ને આપી દેવાઈ હતી જેથી સમાજ મા ભારે રોષ હોય ને આ વખતે પણ એજ થિયરીને રિપીટ કરવામાં આવતા ઉજળીયાત વર્ગ ની ઉપેક્ષા કરાતા પોતે અપેક્ષ ઉમેદવારી નોંધાવી છે નુ જણાવ્યું હતું.

આ ઉપરાંત વોર્ડ નંબર 7 મા પણ ભાજપા અગ્રણી મહિલા સરોજ બેન તડવી ને ટિકિટ પક્ષે ના આપતા તેમના ટેકેદારો સાથે તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપા સાથે છેડો ફાડી બળવાના મંડાણ કર્યા છે.

તમામ વોર્ડ મા ભાજપા ના સિનિયર કાર્યકરો સહિત મતબેંક ગણાતા વર્ગો મા પોતાને પોતાના સમાજ ને પ્રતિનિધિત્વ ભાજપા એ ના આપતા ભાજપા પરતયે રોષ જોવા મળી રહ્યો છે , જે આવનાર ચુંટણીઓમા પક્ષ ને સત્તા થી દુર રાખે છે કે પછી ધી ના ઠામ મા ધી ઠરી જાય છે એ આવનાર સમયમાં જ ખબર પડસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here