બોડેલી ઓરસંગ નદીના બ્રિજ પર ત્રીપલ અકસ્માત પેસેન્જર છકડાનો કચ્ચરઘાણ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ના ઓરસંગ બ્રીજ ઉપર ડોલો માઈટ ભરેલી ટ્રક અને એસ ટી બસ વચ્ચે પેસેન્જર છકડો ફસાતા મઘ્ય પ્રદેશ ના એક માઈ ભક્ત સહિત ત્રણ નો આબાદ બચાવ…
મઘ્ય પ્રદેશ ના માઈ ભક્ત નો પગ ફસાતા બે કલાક ની મહા મેહનત રેસ્ક્યું બાદ બહાર કાઢ્યો
મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોન્ડવા તાલુકા ના રાતડ પાસે ના અંબા ગામનો અનીલ રાઠવા ને સ્થાનિક યુવાનોએ તેમજ વહીવટી તંત્રએ હાઈડ્રો મંગાવી બસને ઊંચકી બે કલાકની મહા મહેનતે બહાર કાઢ્યો
જાણવા મળ્યા મુજબ અંબાજી થી છોટાઉદેપુર જઈ રહેલી એસટી બસ તેમજ છોટાઉદેપુર થી ડોલો માઈટ ભરી બોડેલી તરફ આવી રહેલી ટ્રક વચ્ચે ઓવરટેક કરવા જતા છકડો બંને વચ્ચે સેન્ડવીચ થઈ જવા પામ્યો હતો છકડામાં સવાર ડ્રાઇવર સહિત ત્રણને અકસ્માત થતા ની સાથે ગણતરીની મિનિટોમાં બહાર કાઢી લેવાયા હતા પરંતુ મધ્યપ્રદેશના માઈભક્ત નો પગ ફસાઈ જવાથી બે કલાકની ભારે જહેમત બાદ જેસીબી હાઈડ્રો તેમજ સ્થાનિક યુવાનો રાહદારીઓ તથા પોલીસ મળી બહાર કાઢ્યો હતો જેના ડાબા પગના ઘુટણ નીચે ફેક્ચર થયું હતું અને પગનો પંજો એસટી બસ તેમજ છકડાની વચ્ચે ફસાઈ ગયો હતો
મધ્યપ્રદેશ નો માઈ ભક્ત આજરોજ સવારના 5:00 વાગે મધ્યપ્રદેશના અંબા ગામ થી અન્ય પગ પાળા સંઘના મિત્રો સાથે શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો રસ્તામાં પગ ફુલી જતા અનિલ રાઠવા કવાંટ રોડ પરના તાડકાછલા પાસે થી બોડેલી આવી રહેલા છકડામાં બેઠો હતો અને ઓરસંગ બ્રીજ પાસે અક્સ્માત સર્જાયો હતો મળતી માહીતી મુજબ
અકસ્માત ને પગલે બોડેલી થી મેરીયા પુલ તેમજ કોલેજ ચાર રસ્તા થી લઈ ફાટક સુધી તથા રાજપીપલા રોડના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા બે કલાકની ભારે જેહમત બાદ અકસ્માત ગ્રસ્ત છકડામાંથી મધ્યપ્રદેશના યુવાનને બહાર કાઢ્યા બાદ ટ્રાફિકજામ ખુલ્લો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here