નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાએ દોઢ હજારનો આંક વટાવ્યો

પોઝિટિવ દર્દીની સંખ્યા 1501 પર પહોંચી

બુધવારે નર્મદા જીલ્લા માથી 10 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા જે પૈકી નાંદોદ તાલુકા મા 8 દેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાંથી એક એક કોરોના પોઝિટિવ મળી આવ્યા

રાજપીપળા નગર મા 5 પોઝિટિવ કેસો નોધાયા

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧ દરદી અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૨ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૫૨ દરદીઓ અને વડોદરા ખાતે ૭ દરદીઓ
સહિત કુલ-૮૬ દરદીઓ સારવાર હેઠળ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૨૬ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૭, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨ (બે) સહિત કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૩૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૧૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૩ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૫૦૧ નોંધાવા પામી છે.

નાંદોદ તાલુકા માથી 8 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા જેમા રાજપીપળા માથી 5 તરોપા , ભદામ , વડીયા ગામ ખાતેથી એક એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ ઉપરાંત દેડિયાપાડા ખાતેથી એક અને દેવલીયા ખાતે થી એક એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા, જેની સાથે જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ સંખ્યા 1501 ઉપર પહોંચી હતી.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧ દરદી અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૨ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૬૨૦ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૭૯૨ દરદીઓ સહિત કુલ-૧૪૧૨ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૫૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૫ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૨ દરદીઓ અને વડોદરા ખાતે ૭ દરદીઓ સહિત કુલ-૮૬ દરદીઓ સારવાર હેઠળ છે.

આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે. જે કદાચ સમગ્ર રાજ્યમાં મૃત્યુ દર ની ટકાવારી મા. સહુથી ઓછો હોવાનું મનાઈ રહયુ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૧, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫૭૪ સહિત કુલ-૬૦૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨૬ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૨,૭૮૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૯ દરદીઓ, તાવના ૧૭ દરદીઓ, ઝાડાના ૨૫ દરદીઓ સહિત કુલ-૬૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૧,૮૨૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૯૩,૩૫૫ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here