નર્મદા જિલ્લાના કલીમકવાણાના ફાર્મ હાઉસમાં થયેલ હત્યા

ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો નર્મદા જિલ્લા પોલીસ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામના ઇસમે અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કલીમકવાણા ગામ ખાતેના એક ફાર્મ હાઉસમાંથી ગતરોજ મોડી રાત્રે એક ઇસમની હત્યા કરાઇ હતી, જેની જાણકારી નર્મદા જિલ્લા પોલીસને થતાં પોલીસે હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

મળતી માહિતી અનુસાર રાજપીપળા સ્ટેશન વિસ્તારમાં આવેલ કલીમકવાણા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં તા.૩૧/૦૭ /૨૦૨૦ ના મોડી રાત્રી દરમ્યાન કલીમકવાણા ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કોઇ અજાણ્યા ઇસમોએ નિલેશભાઇ શાંતીલાલ તડવી ઉ.વ.૩૦ રહે.અકતેશ્વરવાળાનું ખુન કરેલાની જાહેરાત આવતા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહનાઓની સુચના અને રાજેશ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળાના માર્ગદર્શન હેઠળ એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી. તથા ટીમ તેમજ શ્રી આર.એન.રાઠવા, પો.ઇન્સ. રાજપીપળા પો.સ્ટે . તથા તેમની ટીમ દ્વારા ગુનાની સ્થળ વિઝીટ કરી શકમંદ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ આદરી હતી

પોલીસ વિભાગ દ્વારાપુછપરછ કરતા કિશનભાઇ કમલેશભાઇ જોગી (સલાટ) રહે. ગોરા તા.ગરૂડેશ્વરનાઓનુ નામ પોલીસને જાણવા મળતા વધુમાં જાણવા મળેલ કે મરણ થનાર ઇસમ સાથે અગાઉ બોલાચાલી – ઝગડો થયો હતો.

પોલીસે છાનબીન કરતા આરોપી તરીકે કિશન કમલેશ જોગી પરજ શંકાની શોય તકાતા તેની પુછપરછ આદરતા તેણે હત્યા કર્યાનું કબુલ્યું હતુ. જેમ થોડા સમય પહેલા બન્ને વચ્ચે ઝધડો થતાં તેનો દ્વેષ રાખી મોડી રાત્રે તકનો લાભ લઇ લોખંડના જેકથી મરણ જનાર નિલેશભાઇના માથામાં ફટકા મારી મોત નિપજાવેલની કબુલાત કરી હતી. જેથી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઇ ગયો હતો.

રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સદર ખુનનો ગુનો ડીટેક્ટ કરવા સારૂ શ્રી રાજેશ પરમાર, ના.પો.અધિ. રાજપીપળાનાઓ તથા શ્રી એ.એમ.પટેલ, પો.ઇન્સ.એલ.સી.બી તથા શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી.નાઓ તથા એલ.સી.બી પોલીસ સ્ટાફ તથા શ્રી આર.એન.રાઠવા, પો.ઇન્સ. રાજપીપળા તથા શ્રી એમ.બી.વસાવા, પો.સ.ઇ. રાજપીપળાનાઓ તથા રાજપીપળા પોલીસ સ્ટાફ મારફતે સંયુક્ત કામગીરી કરી ગણત્રીના કલાકમાં અનડીટેક્ટ મર્ડર ડીટેક્ટ કરવામાં આવેલ. પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને શરીર સબંધી ગુનાઓને ડામવા તેમજ આવા ગુનાઓ આચરનારાઓની પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here