બાબરાના નડાળા ગામે યુવા ગ્રુપ તેમજ સરપંચ શ્રી દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિતેશભાઈ કલકાણીની આગેવાની હેઠળ આયોજન કરાયું.)

બાબરા(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરા તાલુકાના નડાળા ગામે યુવા ગ્રુપ અને સરપંચ શ્રી દ્રારા નડાળા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગામના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો રોપી તેનું જતન કરવાની જવાબદારી ઉઠાવવામાં આવેલ છે.

આ ક્રાર્યક્રમ ગામના જાગૃત યુવા સરપંચ શ્રી હિતેશભાઈ કલકાણીની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતું. યુવાનો દ્રારા વૃક્ષો મોટા થાય ત્યા સુધી તેની કાળજી રાખવાની બાહેંધરી આપી હતી. આ સુંદર કાર્યક્રમમાં ગામના યુવા સરપંચ શ્રી હિતેશભાઈ કલકાણી, ગામના યુવાનો, આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા તથા લોકોને એક સંદેશ આપેલ હતો કે પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here