શહેરા તાલુકાના આસુંદરીયા ગામે ખેતરમાં મુકેલ વીજ કરંટથી ૩૮ વર્ષીય પુરૂષ મોત નીપજ્યું

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલા આસુંદરીયા ગામના મછાર ફળિયામાં રહેતા પુનાભાઈ કાળુભાઈ મછાર દ્વારા વન્ય પ્રાણીઓ અને જંગલી ભૂંડના ત્રાસથી પોતાના ખેતરમાં રહેલ પાકને બચાવવા ખેતરમાં ઈલેક્ટ્રોનિક થાંભલા ઉપર ચાલુ વીજ પ્રવાહ સાથે વીજવાયરોનું જોડાણ કરી ખેતરના શેડ ઉપર સેન્ટીંગના તાર લાકડા સાથે બાંધી ખુલ્લામાં વીજ કરંટ મુકવામાં આવ્યો હતો, ત્યારે ગત શુક્રવારના રોજ સાંજના સમયે ગામના મછાર ફળિયાના ૩૮ વર્ષીય મગનભાઈ હમીરભાઈ મછાર પોતાના ખેતરમાં ગયા હતા, ત્યારબાદ તેઓ ખેતરમાંથી પરત ન આવતા પરિવારજનોને ચિંતા થતાં પરિવારજનોએ શોધખોળ કરતા મગનભાઈ જમીન ઉપર પડેલ નજરે પડ્યા હતા, જેથી પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ખાનગી હોસ્પિટલના તબીબે મગનભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે ખેતર માલિક પુનાભાઈ કાળુભાઈ મછારની બેદરકારીના કારણે મગનભાઈ હમીરભાઈ મછારનું મોત સેન્ટીંગ તાર વડે બાંધેલા વીજ કરંટથી થયું હોવાનું સામે આવતા મૃતક મગનભાઈના ભાઈ છગનભાઈ મછારે ખેતર માલિક પુનાભાઈ કાળુભાઈ મછાર વિરુદ્ધ શહેરા પોલીસે ફરિયાદ નોંધાવતા શહેરા પોલીસે ખેતર માલિક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here