પંચમહાલ કોરોના અપડેટ : નવા કેસ 09, કુલ આંક 518 પર પહોંચ્યો.

કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૦૯ કેસો નોંધાયા કુલ કેસનો આંક ૫૧૮ થયો

જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૧૭૫ પર પહોંચી

ગોધરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૯ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૫૧૮ થઈ છે. નવા મળી આવેલા ૦૯ કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૭ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૨ અને કાલોલમાંથી ૦૩ કેસ અને હાલોલમાંથી ૦૨ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૪૨૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને શહેરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૯૫ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૦૮ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૭૫ થવા પામી છે, જેમની સારવાર ચાલી રહી છે. હળવા લક્ષણો ધરાવતા ૫૦ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.


જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૦,૯૫૧ સેમ્પલ પરિક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી ૫૧૮ સેમ્પલ પોઝિટીવ અને ૧૦,૩૩૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં કોરોના કેસો મળી આવવાના પરિણામે ૩૩૨ વિસ્તારો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે, જે પૈકી ૨૮ દિવસો સુધી કોઈ નવો કોરોના કેસ ન મળવાના પરિણામે ૧૦૭ ઝોનને મુક્ત કરી દેવાયા છે. જિલ્લાના ૪,૩૧૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here