રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સપાટીમાં 4 મીટરનો વધારો

હાલ બપોરે બે વાગ્યે સુધી ડેમ ની જળસપાટી 105.12 મીટરે જોકે આજના રૂલલેવલ કરતા 3.5 મીટર ઓછી

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ખાતે 13729 કયુસેક પાણી ની આવક થતાં વીજ ઉત્પાદન કરતા 2 યુનિટ શરું કરાયા

પાણી ની આવક સામે વીજ ઉત્પન્ન કરવા 429 કયુસેક પાણી નો આઉટફલો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

નર્મદા જિલ્લા ના વડુમથક રાજપીપળા થી માત્ર 7 કિ મી. ના અંતરે જ આવેલ કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ નદી મા પાણી વધતા કરજણ ડેમ ની જળસપાટી મા છેલ્લા ત્રણ દિવસ થી સતત વધારો નોંધાયો હતો ,હાલ બપોર ના બે વાગ્યે કરજણ ડેમ ની જળસપાટી 105.12 મીટર ની નોંધાઇ હોવાનું ના. કા. ઇજનેર મહાલે એ જણાવ્યું હતું. કરજણ ડેમ વર્તુળ ના સુત્રો માથી મળતી માહિતી અનુસાર કરજણ ડેમ ખાતે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ નદી મા 13729 કયુસેક પાણી ની આવક થતાં ડેમ ખાતે નાવીજ ઉત્પાદન કરતા બે હાઇડ્રોપાવર ચાલુ કરી વીજળી નુ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે જેથી 429 કયુસેક પાણી નો આઉટ ફલો થઇ રહયો છે. કરજણ ડેમ ની જળસપાટી હાલ 105.12 મીટરે પહોચી છે, આ સપાટી ત્રણ દિવસ પહેલા માત્ર 101.62 મીટરે જ આવી હતી.પરંતુ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણી ની ભારે આવક થતાં સપાટી મા 3.5 મીટર જેટલો વધારો નોંધાયો છે.જોકે આજની સ્થિતિ એ જોવા જઇએ તો આ વધારો નહીંવત છે.આજની તારીખે ડેમ નુ રૂલલેવલ 108.69 મીટર ની સપાટીએ હોવુ જોઈએ જે નર્મદા જિલ્લા મા ઓછો વરસાદ વરસ્યો હોય ને આ રૂલલેવલ સુધી પહોંચ્યુ નથી. ડેમ હાલ 54.31 ટકા જ ભરાયો છે , જોકે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ નદી મા પાણી ની આવક થતાં તેમજ વરસાદ ની આગાહી હોય ને કરજણ ડેમ મા પાણી ની કોઈ તંગી સર્જાશે નહીં નુ ડેમ સત્તાવાળાઓ તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here