૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતી માટે પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જુદા-જુદા ૧૮ વિભાગની કૃતિઓમાં ભાગ લેનાર કલાકારોએ ૨૪ ડિસેમ્બર સુધી વિડીયો રેકોર્ડીંગ કરી સીડી, પેનડ્રાઇવ ગોધરા રમત-ગમત કચેરીએ પહોંચાડવી

ભારત સરકાર દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાતની ટીમ ભાગ લઇ શકે તે માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. COVID-19 મહામારીને ધ્યાને લઇ તેનું વર્ચ્યુઅલ/ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવાઓ નીચે અનુસારની જુદી-જુદી ૧૮ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.
એ) કલાસિકલ ઇન્સ્ટુમેન્ટલ સોલો : ૧. સિતાર ૨. ફ્લુટ ૩. તબલા ૪. વિણા ૫.બમૃદગમ ૬. હાર્મોનિયમ ૭. ગીટાર તથા ક્લાસિકલ વોકલ સોલો ૮. હિન્દુસ્તાની ૯. કર્ણાટકી બી) કલાસિક ડાન્સ : ૧૦. મણિપુરી ૧૧. ઓડિસી ૧૨. ભરતનાટ્યમ ૧૩. કથ્થક ૧૪. કુચીપુડી સી) ૧૫. ફોક ડાન્સ ૧૬. ફોક સોંગ ૧૭. એક પાત્રીય અભિનય ૧૮. શીઘ્ર વકૃત્વ. ઉપરોકત ૧૮ સ્પર્ધાઓ પૈકીમાં ભાગ લેવા માંગતા કલાકારોએ પોતાની કૃતિ સીડી અથવા પેનડ્રાઈવમાં તૈયાર કરી મોડામાં મોડી તા.૨૪/૧૨/૨૦૨૦ના રોજ બપોરના ૧૪:૦૦ કલાક સુધી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા સદન ભાગ-૨ રૂમ નં.૩૫, પ્રથમ માળ ગોધરા, પંચમહાલ ખાતે જમા કરવાની રહેશે. જેમાં પોતાનું નામ, સરનામું, ઉમરનો પુરાવો જેવી વિગતો રજુ કરવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ કૃતિ ધ્યાને લેવામાં આવશે નહિ. અન્ય નિયમો પ્રતિ વર્ષ યોજાતી જીલ્લા યુવા ઉત્સવ સ્પર્ધા મુજબના રહેશે. વધુ વિગત માટે જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી આર.એલ પારગીનો મો.૬૩૫૩૯૩૫૬૫૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here