હેલમેટના કાયદાએ ફરી લોકોના ગુજા કરીયા ખાલી !!

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

વાંકાનેર ટોલ નાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા અને હેલ્મેટના કાયદાની અમલવારી કરાવવા લાગ્યા !?

ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની પ્રજાને તો પીડા માં પરેશાન છે એક તરફ કોરોનાવાયરસ અંતર્ગત લોકોની લોક ડાઉન માં ધંધા રોજગાર લોક થઈ ગયા છે તેવામાં વળી હેલ્મેટનો કડક અમલ કરાવવાનું શરૂ કરી દેતા લોકોમાં શાસક પક્ષ સામે નારાજગી મનોમન મેસેજ કરી રહ્યા છે વિરોધ પક્ષના નેતાઓ પણ બોલે તો દેખાય તેવી હાલત રહી નથી કે શું!? ગુજરાતમાં મોટા ભાગે નેશનલ હાઈવે ગ્રામ્ય વિસ્તારના હાઈવે પરથી પસાર થવું તો હેલ્મેટ પહેરીને થવું એવું જ કાંઈક વાંકાનેરમાં ટોલ નાકે પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા અને સરકારના પરિપત્રને અમલવારી કરાવવા સરકારની તિજોરીને ભરવા માટે મોરબી ઢુવા વિસ્તારમાં સિરામિક ફેક્ટરી કારખાના માં મજૂરી કામ કરવા જતા મજૂરો પોલીસની ઝપટે ચડયા નું વાંકાનેરના ટોલનાકે તસવીરમાં દેખાડી રહ્યું છે રાષ્ટ્રહિત અને પ્રજા હિત કાર્ય કરવો તે પ્રજાના પ્રતિનિધિઓ ફરજ નો ભાગ છે સાથોસાથ પ્રજા હિત કાર્ય પણ પ્રજાના પ્રતિનિધિ કરવાનું ભૂલવું ન જોઈએ હાલ મોરબી શહેર જિલ્લામાં મંદીનો માહોલ છે ત્યારે મજૂરી કામ કરીને પોતાનું અને પરિવાર નુ ગુજરાન ચલાવતા ટુ વ્હીલર ચાલકો ને દંડ ફટકારી સરકારી પરિપત્રનો અમલ કરાવનાર પોલીસને ગરીબો પર દયા હોવા છતાં પણ દયા દ્રષ્ટિ ની રાખી શકે તેમ પરિસ્થિતિ હાલમાં દેખાતી નથી કારણ ટાર્ગેટ મુજબ કાર્ય કરવા સિસ્ટમ બંધ ક્યારે થશે? આવનાર સમય બતાવશે હાલ સરકારના પરિપત્રનો અમલ કરાવવામાં પોલીસ નેશનલ હાઈવે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર આવીને ઘેરીને બેઠી હોય તેમ વાંકાનેરના વઘાસીયા ટોલનાકે તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here