હાલોલ રૂરલ પોલીસે ડેસર ગામેથી રૂ.૨૭,૯૫૦ ના વેદેશી દારૂ સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા…

હાલોલ,(પંચમહાલ)
પ્રવાસી પ્રતિનિધિ

હાલોલ રૂરલ પોલીસ દ્વારા દારૂનો ધંધો કરતા બુટલેગરો પર લાલ આંખ કરાતા અન્ય દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો…

મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લા રેંજ આઈ.જી એમ.એસ.ભરાડા સાહેબ તથા જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે જીલ્લામાંથી દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ જેથી ના.પો.અધિક્ષક એચ.એ.રાઠોડ હાલોલ વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ પો.ઈ. હાલોલ એમ.ઝેડ.પટેલ નાઓને ખાનગી રહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ઇન્દ્રાલ ગામે રેહતા નરેશ રાયસિંગભાઈ નાયક નાઓએ દેસર ગામે તળાવ ફળિયામાં રહેતા અશ્વિન રણજીતભાઈ નાયકના ઘરે ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ વેચાણ કરવાના આશયે ઉતારેલ છે. માટે એ ચોક્કસ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.ઝેડ.પટેલ સાહેબે પોતાના સ્ટાફને સાથે રાખી બાતમી મુજબની જગ્યા પર રેઇડ કરતા ત્યાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મી.લીની પ્લાસ્ટીકની બોટલ નંગ-૭૦ કિંમત રૂપિયા ૨૫,૫૫૦ તથા ૨૪ નંગ બીયરના ટીન તથા બોટલ કિંમત રૂપિયા ૨૪૦૦ નો મળી કુલ ટોટલ રૂપિયા ૨૭,૯૫૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here