નર્મદા : કેન્સરની બીમારીથી પિડીત નર્મદા જિલ્લાનો આદિવાસી વિદ્યાર્થી ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં 78 % સાથે ઉતીર્ણ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ભરાડા (રેલવા) ગામનો આદિવાસી વિદ્યાર્થી હતાશા અને બિમારીથી ઝઝુમતા તમામ લોકો માટે બન્યો પ્રેરણા સ્ત્રોત

2017 થી કેન્સર પિડીત હોવાનું જાણવા છતા મક્કમતાથી ધો.10 ની પરીક્ષા આપી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ભરાડા (રેલવા) ગામનો આદિવાસી સમાજનો વિદ્યાર્થી બ્લડ કેન્સર જેવી મહામારી સામે ઝઝુમી બિમારીને પણ મ્હાત આપી વિદ્યાર્થી કાળમા મહત્વની ગણાતી ધો.10 ની પરીક્ષામા 78 % મેળવી પરીક્ષામા પાસ થતાં હતાશા અને પરીક્ષાના બોઝ સહિત અન્ય બિમારીથી પિડીત વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે.

હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડાઇ લડી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાનકડા ભરાડા (રાલ્વા) ગામનો નાનકડો આદિવાસી વિદ્યાર્થી બ્લડ કેન્સરની બીમારી સામે લડી રહ્યો હતો, કેટલાક લોકોએ કોરોનાને માત આપી, ત્યારે આ વિદ્યાર્થી પ્રિયાંશુકુમાર મહેશભાઈ વસાવાને કેન્સરની અનેક યાતનાઓ ભોગવીને કેન્સર સામે લડીને ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં 78% પરિણામ લાવી સફળ થનાર આદિવાસી વિદ્યાર્થી એ સાબિત કરી બતાવ્યું છે. કે ગમે તેવી મુશ્કેલીમાં પણ હિંમત હાર્યા વગર સફળતા મેળવી શકાય છે.

આ અંગે પ્રિયાંશી ની હિસ્ટ્રી જોતા દેડીયાપાડા તાલુકાના ભરાડા (રેલ્વા)ના રહેવાસી મુકેશભાઈ માનસિંગભાઈ વસાવા હાલ રહે દેડીયાપાડા બારોટ હાઇસ્કુલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવે છે. અને તેમના ધર્મપત્ની મુન્નીબેન વસાવા પણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પુત્ર પ્રિયાંશુકુમાર વસાવાને ફેબ્રુઆરી 2017 થી બ્લડ કેન્સરની બીમારી લાગુ પડી હતી, ત્યારબાદ સુરત ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં કિમોથેરાપી લીધી હતી. પરંતુ સારું ન થતા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જીસીઆરઆઈ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં પ્રિયાંશુ ને ત્રણ ડોઝ કીમોથેરાપી આપ્યા બાદ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. એ પછીનો રિપોર્ટ ત્રણ માસ બાદ કરવામાં આવતા પાછો રોગ દેખાયો હતો. આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપી શકાય તેમ ન હોવાથી તેથી તેને એક વર્ષનો ડ્રોપ મૂકવાની ફરજ પડી.

સતત કેન્સરની બીમારી સામે લડાઇ લડતા પ્રિયાંશુ હિંમત હાર્યા નહીં. અને આખું વર્ષ બીમારીમાં વિતાવ્યા છતાં પણ છેલ્લા એક મહિનામાં તેને મારે પરીક્ષા આપવી જ છે, એવું મનોમન નક્કી કરીને ખુબ જ મહેનત કરીને એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં 78 % જેટલું સારું પરિણામ મેળવતા તેની ખુશીનો પાર રહ્યો નથી. કેન્સર જેવી બીમારી સામે પણ કરીને સફળતા મેળવી શકાય છે. એવું સાબિત કરીને મન હોય તો માળવે જવાય એ કહેવતને પણ તેને સાર્થક કરી બનાવી બતાવી હતી.

આજે પ્રિયાંશુ લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. આજે પણ પ્રિયાંશુના કેન્સરની ગંભીર બીમારી સાથે જીવી રહ્યો છે,તેના પરિણામથી ખુશી વ્યક્ત કરતા તેના માતા-પિતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે તે એક દિવસ પરીક્ષા ની જેમ ચોક્કસ કેન્સર ની લડાઈ પણ જીતી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here