હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) રાઠવા રમેશ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.કે.ખાંટ એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , હાલોલ ટાઉન પો.સ્ટે.ગુ.ર.નં .૧૧૨૦૭૦૨૮૨૧૦૧૨૬ / ૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ ( ૩ ) તથા પોક્સો એકટ ૨૦૧૨ ની કલમ ૬,૧૨ મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અકેશ ઉર્ફે ચીમો રમણભાઇ રાઠવા રહે . નવા ઝાખરીયા તા.હાલોલ નાનો હાલમાં રાજગઢ બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ બાતમી આધારે . શ્રી આઈ.એ.સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ રાજગઢ બસ સ્ટેન્ડમા ખાનગી વોચ રાખી બાતમી મુજબના આરોપી અકેશ ઉર્ફે ચીમો રમણભાઇ રાઠવા રહે . નવા ઝાખરીયા તા.હાલોલ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here