ગોધરા ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા ૨૬મી મે ના રોજ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર તાલુકાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા તા.૨૬/૦૫/૨૦૨૨ નારોજ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ગોધરા,પ્રેસિડેન્ટ હ્યુન્ડાઈ શો રૂમની બાજુમાં ,સ્વામીનારાયણ મંદિર સામે ,ગોધરા-દાહોદ હાઈવે રોડ ગોધરા પંચમહાલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે તાલુકા ક્ક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલ છે.જેમાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્વારા સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.તેમજ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે એસ.એસ.સી , એચ.એસ.સી , આઈ.ટી.આઈ, ડીપ્લોમા , ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા અનુભવી,બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર માં રોજગારીની તક/ સ્વરોજગારી તક પૂરી પાડવામાં આવશે.આ ભરતીમેળામાં પંચમહાલ, અમદાવાદ, વડોદરા જીલ્લાના નોકરીદાતા દ્વારા સેલ્સ , ઓફીસ એક્ઝીક્યુટીવ , સિલાઈ મશીન ઓપરેટર, લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, ટ્રેની, ટેલીકોલર વિગેરે ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે નોકરીદાતા દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવશે.ભરતીમેળામાં ભાગ લેવા માંગતા અને રોજગાર કચેરીની સેવાઓનો અવિરત લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in
વેબસાઈટ પર જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા તથા ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા અનુરોધ. ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું ફરજીયાત છે.ઉમેદવારોએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. સમયાંતરે હાથ સેનેટાઇઝ કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમ રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણે એક અખબારી યાદી માં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here