ધોરાજી સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયન નું સમસ્ત મેઘવાળ સેવા સમાજ દ્વારા બેસ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયન જ્યારથી હોસ્પિટલમાં ચાર્જ સંભાળ્યો છે ત્યારથીજ સરકારી હોસ્પિટલની કાયાપલટ કરવાનાં મક્કમ નિર્ધાર સાથે સતત કાર્યરત રહી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની યશસ્વી કામગીરી કરી ગરીબ દર્દીઓને જાણેકે ખાનગી હોસ્પિટલમાં સારવાર મળતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે તેમણે ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર લોકોને ઘર આંગણે સારવાર મળી રહે અને દૂર જીલ્લા મથક સુધી ન જવું પડે એમાટે સિવિલ હોસ્પિટલમાં અનેક સેવાઓ સરકારના સહયોગ દ્વારા ઉપલબ્ધ કરાવી છે. એક સમયે ધોરાજી સિવીલ હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર માટે જવા તૈયાર નહોતા આવી સ્થિતિમાંથી આ હોસ્પિટલને ગરીબ દર્દીઓના દિલમાં સ્થાન અપાવનાર ડોક્ટર જયેશભાઈ વસેટીયનની બહુ અગત્યની મહેનત કામ આવી અને આધુનિક કિડની ડાયાલીસીસ સેન્ટર, આધુનિક ગાયનેક વોર્ડ, ફિજીયોથેરાપી વિભાગ, ચક્ષુદાનની સુવિધાઓ અને સરકારનાં નિયમ મુજબ કામગીરી કરવા બદલ રાજ્ય સરકારે બેસ્ટ કામગીરીનો એવોર્ડ આપેલ છે, તેમજ ધોરાજી જામકંડોરણા, ઉપલેટા, જેતપુર વિસ્તાર માટે કોરોના કાળ દરમ્યાન હોસ્પિટલમાં પણ પ્રશંસનીય કામગીરી કરી કોરાના દર્દીઓ માટે સમગ્ર ગુજરાતમાં વિડિયો કોલીંગ સુવિધાઓ ધોરાજીથી શરૂઆત કરાવેલ તેનો યસ ડૉ. જયેશ વસેટીયન ને જાય છે. સિવિલ હોસ્પિટલમાં કોરાના નાં દર્દીઓ માટે હવામાંથી આધુનિક ઓક્સિજન પ્લાન્ટ અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ હોસ્પિટલમા ઓક્સિજનની સુવિધાઓ તેમજ ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ બદલ ૧૪ મી એપ્રિલનાં ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત મેઘવાળ સેવા સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ડૉ. જયેશ વસેટીયન સાહેબનું શિક્ષણ વિદ મુકેશ ભાઈ શિંગાળા દ્વારા શાલ ઓઢાડીને હારતોરા કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા, મામલતદાર કિશોરભાઈ ઝોલાપરા, ડી. એલ. ભાસા, યોગેશભાઈ ભાસા, ગોપાલભાઈ બગડા, જેન્તીભાઈ ભાસ્કર, મગનભાઈ વાઢેર સહિતનાઓએ ડૉ. જયેશ વસેટીયનની સેવાઓને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here