બાબરામાં ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરામા અલગ અલગ ત્રણ સ્થળોએ બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરાઇ હતી

બાબરા શહેરમાં ડો ‌બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પંથકના ગામોમાં પણ ‌ઉજવણી કરાઈ હતી.
બાબરા શહેરમાં પણ ત્રણ સ્થળોએ અલગ અલગ રીતે આંબેડકર જયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ હતી જેમાં ગુજરાત સમતા લત ના પ્રમુખ પી એલ મારૂ , જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી ખીમજીભાઈ મારું જીલ્લા દલીત સમાજના અગ્રણી સોમાભાઈ બગડા દ્રારા અંલગ અંલગ કાર્યકમ યોજાયા હતા બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ,સમતા દલ ના પ્રમુખ પી એલ મારૂ , ખીમજીભાઈ મારું સહીતના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલ હાર કરાયા હતા સોમાભાઈ બગડા ના નિવાસસ્થાને શહેર અને તાલુકાના આગેવાનો ની ઉપસ્થિતિ માં બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરાઇ હતી જેમાં અંલગ અંલગ કાર્યકમ માં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર જીલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા પ્રભાતભાઇ કોઠીવાળ. તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ બુટાણી ભાજપ ના વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી મનસુખભાઈ પલસાણા,. નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનરાનભાઇ વાળા કુલદીપ ભાઇ બસીયા જસમતભાઇ ચોવડીયા , તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા, હીતેશ ભાઇ કલકાણી જીલ્લા પંચાયત ના સદસ્ય હીંમતભાઇ દેત્રોજા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ. જીલ્લા દલીત સમાજના અગ્રણી ગોવાભાઇ મારૂ, તાલુકા દલીત સમાજના અગ્રણી કીશોર ભાઇ માધડ , બાબરા શહેર દલીત સમાજના અગ્રણી નરેશભાઈ મારૂ દેવશીભાઇ મારૂ સહીત શહેર અને તાલુકાના દલીત સમાજના આગેવાનો વડીલો માતા ઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here