હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં .૦૮૮૩ / ૨૦૨૧ જુગાર ધારા કલમ .૧૨ તથા IPC કલમ .૨૬૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ . ૫૧ ( બી ) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હરીશ ઉર્ફે કિન્નુ ઘનશ્યામભાઇ મોટીચાની રહે.મહાદેવ મહોલ્લા , વારસીયા , સંજયનગર , વડોદરા શહેર નાને હાલોલ શહેર બોમ્બે હાઉસ ખાતે આવનાર છે . અને એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો હાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઈ વોચ દરમ્યાન સદરી આરોપીને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા MAKE ATTITH આરોપી હરીશ ઉર્ફે કિન્નુ ઘનશ્યામભાઇ મોટીયાની હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here