હરિયાણાથી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાત મા ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયો

ડેડીયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

સ્વીફટ કાર માં દારુે સગેવગે કરતા રાજસ્થાન ના આરોપી ને ઝડપી પોલીસે 4.43 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

કોરોના – લોકડાઉન મા મહારાષ્ટ્ર ગુજરાત ની બોર્ડરો સીલ તો પછી દારૂ ભરેલી કાર છેક રાજપીપળા દેડિયાપાડા રોડ સુધી કઇ રીતે આવી ??

નર્મદા જીલ્લા ના રાજપીપળા દેડિયાપાડા રોડ ઉપર આવેલ રામભવા ગામ ના બસ સ્ટેન્ડ પાસે થી એક નંબર પ્લેટ વગર ની સ્વીફટ કાર દેડિયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા સર્કલ પી.આઇ.પી પી. ચોધરી સહિત ઇનચાર્જ પી.એસ.આઇ. એમ આઇ.શેખ નાઓએ ઝડપી પાડી હતી અને રુપિયા 443070 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

.પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર જીલ્લા પોલીસ વડા હિમકરસિહ અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ની સુચના અને માર્ગદર્શન થી મહારાષ્ટ્ર રાજ્ય ની બોર્ડર ઉપર થી ગુજરાત મા વિદેશી દારૂ નો જથ્થો ધુસાડવામા આવતો હોવાનું જણાવેલ હોય પોલીસ તંત્ર ને સાબદુ રાખવામાં આવે છે તયારે પોલીસ વિભાગ ના બનને અધિકારીઓ પેટ્રોલીંગ મા પોતાના સ્ટાફ સાથે હતા તયારે ગતરોજ તા 1લી ના એક નંબર પ્લેટ વગર ની સ્વીફટ કાર સાગબારા તરફ થી રાજપીપળા તરફ આવવાના માર્ગ તરફ શંકાસ્પદ હાલતમા પસાર થતા આ કારનો પીછો ફિલ્મી ઢબે કરી પોલીસે કાર રાજપીપળા દેડિયાપાડા રોડ ઉપર આવેલ રામભવા ગામ ના બસ સ્ટેન્ડ પાસે ઉભી રખાવી તેની તલાશી કરતા કાર માથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કાર મા બેસેલા એક ઇસમ ને ઝડપી પાડયો હતો જેણે તેનું નામ મીટુસીંગ ભુરુસીંગ સીસોદીયા ( રાજપૂત ) રહે . ખારા તા. માવલી , જી.ઉદેપુર રાજસ્થાન નો હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા આરોપી ને પુછવામાં આવતા આ દારૂ નો જથ્થો હરિયાણા થી ભરી રાજસ્થાન થઇને ગુજરાત મા ઠલવાતો હતો.

પોલીસે મેકડોવેલ વ્હિસ્કી હોલ નંગ 186 કિંમત રુપિયા 69750 રોયલ ચેલેન્જ વ્હિસ્કી હોલ નંગ 91 કિંમત રુપિયા 47320 મોબાઈલ કિંમત રુપિયા 500 સ્વીફટ કાર કિંમત રુપિયા 3 લાખ મળી કુલ રુપિયા 443070 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ની અટકાયત કરી હતી.

આ મામલે હાલ કોરોના ની મહામારી ચાલતી હોય એક રાજય થી બીજા રાજ્ય ની બોર્ડરો સીલ કરી દેવામાં આવેલ છે તો પછી છેક હરિયાણા થી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાત મા વિદેશી દારૂ નો જથ્થો કયાં થી આવ્યો ?? આ ષડયંત્ર મા કોણ કોણ સંડોવાયેલા છે ?? જેવા પશ્રો ઉપસ્થિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here