પંચમહાલ જિલ્લામાં વધુ ૧૬ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૬ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ અયોધ્યાનગર, દર્પણ સોસાયટી-૨, કાછીયાવાડ, ધવલપાર્ક, જ્યોતિનગર-૨, મધુવન પાર્ક, રાજેશ્વરી સોસાયટી, રાધિકાનગર, ઝવેરનગર, નર્મદાનગર, શારદાનગર, હેમાલી એપાર્ટમેન્ટ, શ્રીજી દર્શન એપાર્ટમેન્ટ-૨, દીપ હોટેલનો વિસ્તાર, ઘોઘમ્બા તાલુકાના ફરોડ ગામનું કડકી ફળિયું અને જીતપુરા ગામ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here