સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ વચ્ચે દોડતો સી-પ્લેન અચાનકજ ગાયબ થતાં તર્ક વિતર્ક

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખે સી પ્લેન સર્વિસ ની સરકાર ની મોટી મોટી જાહેરાતો સામે ઉઠાવ્યા સવાલ

કોરોના નો ગ્રહણ કે પછી ખોટ નો ધંધો બંધ થવાનુ કારણ શુ ??

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધી ની મુસાફરી કરતો સી પ્લેન અચાનક જ ઉડતો બંધ થયો છે જેથી અનેક પશ્રો ઉઠે એ સ્વાભાવિક છે , સી પ્લેન મેન્ટેનન્સમાં ગયા બાદ પરત જ ન ફરતા નાંદોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખે સવાલ ઉઠાવતા સી પ્લેન સર્વિસ નો મુદ્દો ગરમાયોે છે.

કેવડિયા સટેચયુ ઓફ યુનિટી ખાતે થી અમદાવાદ વચ્ચે સી-પ્લેનની બબ્બે ટ્રીપો ની શરુઆત તો કરવામાં આવી હતી પરંતુ મેંટેનંસ માટે ૦૯ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ સુધી પરત જ ફરયુ નથી , મોટા ઉપાડે શરું કરવામાં આવેલ સી પ્લેન સર્વિસ નુ બાળમરણ તો થયું નથીને ની ચર્ચાઓ લોકો ના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે.

દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર ૨૦૨૦ થી સી-પ્લેન ની સફર શરૂ કરાઈ હતી સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે ૦૯ એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોલી દેવાયું છે છતા સી-પ્લેન ૭૫ દિવસે પણ પરત નથી આવ્યુ હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તે અંગે કોઈ જાહેરાત કરાઈ નથી આ અંગે નાંદોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જતીન વસાવાએ સાવલ ઉઠાવ્યા છે અને મોદી સરકારની યોજનાઓ ને “મુંગેરી લાલ કે હસીન સપને” સાથે સરખાવી છે સી પ્લેન બંધ થવા બાબતે તેઓએ સરકાર ની નીતિ નો વિરોધ કરી આ સેવા ચાલુ કરાય તેવી માંગ કરી છે ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ સી પ્લેન સુવિધા પોતાની વાહવાહી માટે શરૂ કરી હોવાની વાત કરી હતી.
આમ સી પ્લેન સેવા સામે હાલ તો અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, પરંતુ કોરોના ની સ્થિતિ ધીરેધીરે સુધરતી જાય છે તયારે પ્રવાસીઓ ની સંખ્યા મા વધારો થાય ત્યારે આ સેવા શરું થાય છે કે કેમ તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here