સિદ્ધપુર પોલીસે સગીર વયના કાર ચાલક સહિત તે કારના માલિક સામે કાયદેસરનું ગુનો નોંધ્યો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

જો કોઈ સગીર વયનો વાહનચાલક પકડાશે તો તે વાહનચાલક સહિત વાહન માલિક સામે પણ કાયદેસર ની કાર્યવાહી કરાશે : પોલીસ

સિદ્ધપુર પોલીસ વાહન અકસ્માત નિવારવા કડક હાથે કાર્યવાહી કરતા હવે જો નાની અને સગીર વયના વાહન ચાલકો સહિત લાયસન્સ વગર વાહન હકાંરતા જો પકડાયા તો તેમની ખેર નથી.! સિદ્ધપુર પીઆઈ એ એક સગીર વયના છોકરાને કાર ચલાવતા ઝડપી પાડી કાર ને ડિટેઇન કરી કાયદેસર ની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.
સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈ અને પોલીસ ટિમ વાહન અકસ્માત નિવારવા અર્થે પેટ્રોલીગ માં હતા તે અરસા માં એક મારુતિ ફ્રન્ટિ જીજે 05 સીએ 4930 નો ચાલક નેદ્રા હાઇવે ઉપર મળી આવેલ જેને ઉભો રખાવી જોતા સદર વાહન ચાલક સગીર વય ઉ.વ.૧૫ વર્ષનો જણાતો હોઈ તેનું વાહન એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડિટેઇન કરી સદર વાહન ના માલિક મન્સૂરી સહાદભાઈ મહેબૂબ ભાઈ, રહે.ઉમરું,તા.સિદ્ધપુર
વાળા વિરુદ્ધ નામદાર કોર્ટમાં એમ.વી.એકટ ૧૯૮૮ ની કલમ ૪૧,૮૦ મુજબ કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર ટાઉનમાં પણ આવા લબરમુછીયા વાહન ચાલકો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here