સુલતાનપુરા ગામના ખેડૂતો દ્વારા પાકમાં થયેલી નુકસાનીનું વળતર વહેલી તકે ચૂકવવા માટે જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

નર્મદા જિલ્લાના સુલતાનપુરા ગામના ખેડૂતો દ્વારા ખેતીમાં થયેલા નુકસાનનું વળતર મેળવવા માટે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

સુલતાનપુરા ગામના ખેડૂતો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમે પાક નુકસાની બાબતે રાજ્ય સરકાર માં ઓનલાઈન અરજી કરી હતી જે અરજી સરકારે ગ્રાહ્ય રાખી હતી સુલતાનપુરા ગામ ગરૂડેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલું છે સુલતાનપુર ગામ ની રેવન્યુ લગતી કામગીરી નાંદોદ તાલુકામાં થાય છે તમામ તાલુકાઓમાં ખેડૂતોના ખાતામાં નુકશાની નું વળતર જમા થઈ ગયુ છે અને સુલતાનપુરા ગામ ના 50 જેટલા ખેડૂતોના ખાતામાં નુકશાની નું વળતર જમા થયેલ નથી ગરુડેશ્વર તાલુકો નાંદોદ તાલુકામાં થી અલગ થયો છે ત્યારથી સુલતાનપુરા ગામનો સીમાડો નાંદોદ તાલુકામાં જ રહી ગયો છે જેથી સુલતાનપુરા ગામ નું બધું જ કામ નાંદોદ તાલુકામાં થાય છે આ જોતા જો કદાચ સરકારે નુકસાનીનું વળતર ગરુડેશ્વર તાલુકા માં જાહેર કર્યો હોત તો સુલતાનપુરા ગામ ને વળતર મરતું નહીં સરકારી દસ્તાવેજો ની ભૂલને લીધે સુલતાનપુરા ગામ ના ખેડૂતો છેલ્લા એક મહિનાથી વળતર મેળવવા સરકારી કચેરીઓ માં આંટાફેરા મારી રહ્યાં છે તો આ બાબત નું નિરાકરણ વહેલી તકે લાવી સુલતાનપુરા ગામના ખેડૂતોને વહેલી તકે પાક નુકશાની નું વળતર મળે એવી સુલતાનપુરા ગામ ના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here