શહેરા : શનિવારની સાંજે પોલીસ અને પાલિકા દ્વારા હાથ ધરાયેલ માસ્ક ડ્રાઈવમાં ગ્રામ્ય વિસ્તારના એક વ્યક્તિએ માસ્ક ન પહેરવા બદલ મકાઈ વેચીને દંડની રકમ ભરપાઈ કરી હોવાની નગરમાં ચર્ચાઓ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શનિવારના રોજ સાંજના સમયે પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા માસ્ક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને નગરના બસ સ્ટેશન, મેઈન બજાર, સિંધી ચોકડી જેવા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને માસ્ક વિના ફરતા લોકોમાં નાશ ભાગ મચી હતી. જોકે એવી પણ ચર્ચાએ જોર પકડ્યુ છે કે ગ્રામ્ય વિસ્તારનો એક ગરીબ અને અજ્ઞાન વ્યક્તિ પોતાની બાઈક પર માસ્ક વગર જતો હતો તે સમયે પોલીસે તેને રોકી તેની પાસેથી માસ્ક નહિ પહેરવા બદલ દંડ વસુલ્યો હતો અને દંડની રકમ ભરપાઈ કરવા તેની પાસે ખૂટતી રકમ માટે તે વ્યક્તિએ પોતાની સાથે લઈને આવેલ મકાઈ બજારમાં વેચીને દંડની રકમ ભરપાઈ કરી હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here