નમારીયા અને ઉમેદપુરા વિસ્તારમાં આતંક મચાવનાર કપિરાજનો તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડાં તાલુકાના ઉમેદપુરા.સાહેબપુરા.નમારીયા વિસ્તાર માં એક કપિરાજ છેલ્લા કેટલાક દિવસો થિ આતંક મચાવ્યો હતો ગામ ના લોકો ની પાછર દોરતો હતો અને આવતા જતા લોકો ને કરડતો હતો કેટલાક લોકો ને આ કપિરાજે કરડી ને ઘાયલ પણ કરેલ છે એ કપિરાજ ના આતંક થી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આ કપિરાજ ને પકડવા માટે ગામ લોકો દ્વારા તિલકવાળા ફોરેસ્ટ વિભાગ માં જાણ કરવામાં આવી હતી તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિફરેલ કપિરાજ ને પકડવા છેલ્લા કેટલાક દિવસો થી કામગીરી કરવામાં આવી રહી હતી કેટલાક વિસ્તાર માં પાંજરા પણ મુકવામાં આવ્યા હતા પરંતુ આ કપિરાજ હાથ તાળી આપી છટકી જતો હતો ત્યારે ગત રોજ સંજના સમયે નમારીયા ગામ ના મંદિર પાસે કપિરાજ હોવાની જાણ તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ ને થતા તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ ના હાર્દિક ભાઈ ગોહિલ. મહેશભાઈ બારીયા.તેમજ GSPCA ટીમના નીરવ તડવી.પરેશ માછી સહિત અન્ય સ્ટાફ તાત્કાલિક નમારીયા ગામે પહોંચીને કપિરાજ ને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી દેવા આમ આવી હતી અમે મહા મહેનતે કપિરાજ ને પાંજરે પૂરવામાં આવ્યો હતો નમારીયા ગામે થી કપિરાજ ને રેસ્ક્યુ કરી ને કેવડયા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો કપિરાજ પાંજરે પુરાતાં ગામ લોકો એ રાહત નો અનુભવ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here