રાજપીપળામાંથી આજે કોરોના પોઝિટિવના 8 દર્દીઓ મળી આવ્યા, જીલ્લામાંથી કુલ 9 કેસ મળ્યા

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા પહોંચી 281 ઉપર

બજારમાં બેફામ બેખોફ ફરનારા ઉપર કોઈ જ નિયંત્રણ નથી લારીઓ પર શાકભાજી લેવા ઉમટતી ભારે ભીડ સોશ્યલ ડિસ્ટનસિંગની ઐસીતૈસી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓનીની સંખ્યા રોજબરોજ વધી રહી છે, તેમાય માંડ 40000 હજારથી પણ ઓછી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા તો જાણે કોરોનાના જવાળામુખી ઉપર સવાર થઇ રહ્યો હોય એમ રોજ પોઝિટિવ કેસો નોંધાઇ રહયા છે, જે નગરના શુભચિંતકો માટે ખુબજ ચિંતાનો વિષય બનેલ છે.જો વહેલી તકે પોઝિટિવ કેસો ઉપર નિયંત્રણ લોકોમાં જાગૃતી નહિ લવાય તો વુહાન જેવી પરિસ્થિતિના નિર્માણને કોઇ રોકી શકશે નહીં.

આજરોજ નર્મદા જિલ્લામાંથી 9 પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાં થી 8 કેસ તો માત્ર રાજપીપળાના જ નોંધાયા છે, ખુબજ ગંભીર બાબત છે, રાજપીપળા નગરમાં શિક્ષિત પ્રજા વસે છે , વેપારી વર્ગ છે, નોકરિયાતો છે છતાં જાગૃતિના અભાવે કહો કે નિષ્કાળજીએ પોઝિટિવ કેસો રાજપીપળામાં જીલ્લાની વસતીની સરખામણીએ ખુબ જ વધી રહયા છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા ના ખોખરાઉમર માથી 1)અંકિત નટવરભાઈ પટેલ નો પોઝિટિવ કેસ નોંધાયો હતો. બાકી તમામ કેસો રાજપીપળામાંથી નોધાયા છે જેમાં 2 )કૃતિકાબેન વીરાંગના પંચાલ રહે.રાજપીપળા 3 ) ગંગાબેન જયંતિભાઈ વસાવા વિસાવગા 4 )અરવિંદ ડાહ્યાભાઈ માછી લીમડાચોક 5 )દિપતિ સુરેશભાઈ વસાવા ટેકરા પોલીસ લાઈન 6 )રચના અશોક કનોજીયા ચોર્યાસીની વાડી 7 )અશોક નાનાલાલ કનોજીયા ચોર્યાસીની વાડી 8 )રાકેશ જગદીશ કાછીયા કાછીયાવાડ 9 )રાજેશ મનહરભાઇ કાછીયા, કાછીયાવાડ

નગરના કેટલાક લોકો એવા છે કે જેઓ રાજપીપળા ખાતેના કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ નથી બહારગામ સારવાર કરાવી રહયા છે, એક મેડીકલ સ્ટોરના માલિકનો સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા પાસેના થ્રી ગામના એક દર્દીનું નિદાન વડોદરા ખાતે ચાલતું હતું જયાં તેઓનું સારવાર દરમ્યાન જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે .

રાજપીપળા નગર માટે કેટલાક બુદ્ધિજીવીઓ ફરીવાર લોકડાઉનની ભલામણ કરી રહયા છે, સરકાર તરફથી આની કોઇ જાહેરાત કરવામાં આવે એ શક્યતા ઓછી છે. સ્વયંભુ લોકો, વેપારીઓ , રાજનેતાઓ ભેગા મળી આવતા નિર્ણયો લોકોના સ્વાસ્થયના હિતમાં લે એ જરુરી છે. ફરીવાર લોકડાઉનની માંગ રાજપીપળામાં ઉઠી રહી છે.

આ માટે લોકોને સમજાવવા રાજનેતાઓને પક્ષાપક્ષી ભુલી સાથે આવી શિસ્ત જાળવવા લોકોને સમજાવવા પડશે પરંતુ આમા રાજનેતાઓની ઇચ્છા શકિતનું અભાવ દેખાઇ રહયુ છે. લોકોએ પોતે જ પોતાના સ્વાસ્થ્ય અંગેની કાળજી રાખવી પડશે. હા, સરકારી તંત્રને કડકાઇથી કામગીરી કરવાની તાંતી જરુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here