સુરત જિલ્લામાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.એસ.આઇ શ્રી ડી.જે. બારોટ સાહેબે બાતમી હકિકત મળેલ કે, “ઉમરખાડી ગામમાં રહેતાં અનિલ વસાવા નામનો ઈસમ સ્ટેશન ફળીયામાં પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા. ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ. ૯,૮૧૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૨૮,૩૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૩ આરોપીઓ તથા વોન્ટેડ ૦૩ આરોપીઓ વિરુધ્ધ સુરત ગ્રામ્ય જીલ્લાના ઉમરપાડા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here