ટેકટરની ટ્રોલીની આડમા લઇ જવાતો પોશ ડોડાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી રાજગઢ પોલીસ…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજરોજ મહેનાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિમાંશુ સોલંકી સાહેબ , પંચમહાલ , ગોધરા નાઓએ આપેલ સુચના તથા મહે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.એ.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ તથા ગોધરા સર્કલ ગોંધરાના પો.ઇન્સ શ્રી બી.જે.બારીયા નાઓએ નાર્કોટીકસ ડ્રગ્સ ના દુષણને નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય તથા આગામી સમયમા માનનીય વડાપ્રઘાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નાઓ અત્રેના જીલ્લાની મુલાકાતે આવનાર હોય અને તેઓની મુલાકાત સમય દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને કે કોઇ ભાંગફોડીયા પ્રવૃતિ સાથે સકળાયેલા ઇસમો સફળ ન રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાળ રહે તે સારૂ મહે.પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલ ગોઘરાનાઓની કચેરીના ક્રમાક નંબર એલ.સી.બી / કોમ્બીગ નાઇટ / ૪૫૩/૨૦૨૨ તા .૧૪ / ૦૬ / ૨૦૨૨ ના હુકમ આધારે ડે કોમ્બીંગનુ આયોજન કરેલ હોય જેથી રાજગઢ પો.સ.ઇ શ્રી આર આર ગોહીલ સાહેબ નાઓએ જુદી જુદી ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરી નાર્કોટીકસ ડ્રગ્સ ના દુષણને નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય ગઇ તા .૧૪ / ૦૬ / ૨૦૨૨ ના રોજ આઘારે ડે કોમ્બીંગમા હતા તે દરમ્યાન પાંચપથરા ચાર રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન પો.ઇન્સશ્રી બી.જે.બારીઆ સાહેબ તથા પો.સઇ શ્રી આર.આર.ગોહીલ સાહેબ નાઓ સઘનમા સઘન વાહન ચેકીંગની કામગીરી કરાવતા હતા તે દરમ્યાન દામાવાવ તરફથી એક નંબર વગરનુ લાલ કલરનુ મહેન્દ્રા ૨૭૫ ડી.આઇ ભુમીપુત્ર ટ્રેકટર પાછળ જુની નંબર વગરની ટ્રોલી જોડેલુ આવેલ જેના ચાલકને ઉભો રાખવા ઇશારો કરતા તેના ચાલકે તેનુ ટ્રેકટર ઘોઘંબા તરફ ભગાડેલ જેથી પો.સ.ઇ શ્રી આર.આર ગોહીલ સાહેબ તથા તેમની ટીમ ઘ્વારા પીછો કરેલ અને સદર ટ્રેકટરને સરકારી વાહન થી ઓવરટેક કરી લીધેલ અને પો.ઇન્સશ્રી બી.જે. બારીઆ સાહેબ નાઓએ ટ્રેકટરને પાછળથી કોર્ડન કરી દિધેલ તથા પો.સ.ઇ શ્રી આર.આર ગોહીલ સાહેબ નાઓએ સદર ટ્રેકટરને દામણપુરા ત્રણ રસ્તા ઉપર રોડની સાઇડે કોર્ડન કરી તેના ચાલકને પકડી લીઘેલ જે ચાલકને ટ્રેકટરમાથી નીચે ઉતારી તેનુ નામપુછતા તેણે પોતાનુ નામ મુકેશભાઇ કવરલાલજી પાડીયાર ( બાવરી ) રહે . ચાવલી , પો.સ્ટ લુનાહેડા , પોલીસ થાણુ : પીપલીયા મંડી , તા.મલહારગઢ જી.મંદસૌર ( મધ્યપ્રદેશ ) નો હોવાનુ જણાવેલ તથા તેના કબજાના ટ્રેકટરની ટ્રોલીમા ચોર ખાનુ બનાવી લઇ જવાતો પોશ ડોડાનો જથ્થો પકડી પાડી મુદામાલ કબજે કરેલ છે . તથા આરોપી વિરુઘ્ધ એનડી.પી.એસ એકટ મુજબનો ગુન્હો રજી . કરી અન્ય સહ આરોપીઓ પકડવા ચક્રોગતિમાન કર્યા છે . ( ૧ ) મુકેશભાઇ કવરલાલજી પાડીયાર ( બાવરી ) રહે . ચાવલી , પો.સ્ટ લુનાહેડા , પોલીસ થાણુ : પીપલીયા મંડી , તા.મલહારગઢ , જી.મંદસૌર ( મધ્યપ્રદેશ ) ( ૨ ) દશરથ ઓમપ્રકાશ જાટ રહે . ચાવલી , પો.સ્ટ લુનાહેડા , પોલીસ થાણુ : પીપલીયા મંડી , તા.મલહારગઢ , જી.મંદસૌર ( મઘ્યપ્રદેશ ) : ( ૩ ) ગોપાલ કવરલાલજી પાડીયાર ( બાવરી ) રહે . ચાવલી , પો.સ્ટ લુનાહેડા , પોલીસ થાણુ : પીપલીયા મંડી , તા.મલહારગઢ , જી.મંદસૌર ( મદયપ્રદેશ ) હર્ષલ ટ્રેકટરની હાઇડ્રોલીક ટ્રોલીની આડમાં લઇ જવાતા પોશ ડોડા નુ વજન ૭૯.૨૧૦ કિલોગ્રામ કિંમત રૂ । ૨,૩૭,૬૩૦ / – તથા ટ્રેકટર ટ્રોલીની કિં.રૂા .૩,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોનની કિં.રૂ।.૧૦૦૦ તથા રોકડા રૂપિયા ૧૮૦૦ / – એમ કુલ મુદ્દામાલ ની કિં.રૂા .૫,૪૦,૪૩૦ / -નો મુદામાલ આમ રાજગઢ પોલીસ ઘ્વારા ટીમ ઘ્વારા ખુબ જ ટુકા સમયમા એનડી.પી.એસ એકટ ના બે ગુન્હા શોઘી કાઢવામા સફળતા મેળવેલ છે.

આ કામગીરીમાં બી.જે.બારીઆ સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ગોઘરા તથા પોલીસ સબ ઇન્સ આર.આર.ગોહીલ રાજગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ અ.હે.કો પરેશકુમાર દેવકરણભાઇ બ.નં .૧૩૭૨ તથા અ.હે.કો કિર્તેશકુમાર નટવરભાઇ બ.નં ૧૩૭૨ તથા અ.પો.કો સ્વરૂપસિંહ ડાભસિંહ બ.નં. ૯૯૨ તથા અ.પો.કો દેવરાજસિંહ નરવતસિંહ બ.નં .૬૫૪ તથા અ.પો.કો સતીષકુમાર દશરથભાઇ બનં .૦૮૯૬ તથા અ.પો.કો નિતીનભાઇ ભવાનસિંહ બ.નં .૯૧૪ તથા અ.પો.કો તેજપાલસિંહ જયેન્દ્રસિંહ બ.નં ૦૯૦૦ તથા અ.પો.કો રાહુલકુમાર શંકરભાઇ બ.નં. ૫૬૦ નાઓએ ટીમવર્કથી પ્રસંસનીય કામગીરી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here