સિદ્ધપુરમાં ઉછીના આપેલા નાણાં પાછા માંગતાં ધમકી અપાતા ફરિયાદ કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરની તિરુપતિ ટેનામેન્ટમાં રહેતા મોહનલાલ લોંગમલ કંડાણીએ તેમના મિત્ર હીરા લાલ મીરચુંમલ ગેહાણીના દીકરા રાજેશ અને સંજયને ધંધા માટે નાણાંની જરૂર પડતા છ લાખ જેટલી મોટી રકમ હાથ ઉછીની આપી હતી.જે નાણાં ઓગસ્ટ મહિનામાં પાછા આપવાનો વાયદો કર્યો હતો.જે પરત માંગતા હીરાલાલ તેમજ તેમના બે દીકરાએ ધક્કા મારી નાણાં તમારે આપવાના થતા નથી.તેમ કહીં હવે જો નાણાં લેવા આવ્યા તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપતા મોહનલાલે સિધ્ધપુર પોલીસમાં પિતા અને બે પુત્ર સામે ફરિયાદ નોંધવામાં હતી.જેની સિદ્ધપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here