કેન્દ્રિય વિદ્યાલય ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં વી.એમ.સી. બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓનું વિવિધ ક્ષેત્રમાં ઉપલબ્ધિ બદલ પ્રમાણપત્ર- સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયું

પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભાભોર, કેન્દ્રિય વિદ્યાલય ના પ્રિન્સીપાલ શ્રી આર. કે. ચૌધરી, પોલીટેકનીકના પ્રિન્સીપાલશ્રી જે. વી. ભોલંદા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી હિમાનીબેન, શ્રી નિલેશભાઈ, તથા શ્રી આશાબેન વર્માની ઉપસ્થિતિમાં કેન્દ્રિય વિદ્યાલય ગોધરા ખાતે વી.એમ.સી. બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી સુજલ મયાત્રાએ શાળાના નવીન સંકુલ ના બાંધકામ વિશે તથા શાળા ના અન્ય વિકાસલક્ષી કાર્યો વિશે માહિતી મેળવી જરૂરી ચર્ચા વિચારણા કરી રચનાત્મક સુચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ શાળાના વિદ્યાર્થીઓનું વિવિધ ક્ષેત્ર માં વિશેષ ઉપલબ્ધિ બદલ પ્રમાણપત્ર અને સ્મૃતિચિન્હ આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
કેન્દ્રિય વિદ્યાલય ના સ્કાઉટ ના વિદ્યાર્થી ઓ દ્વારા સ્વાગત અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમ નું સંચાલનશ્રી ઇન્દ્રમોહન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here