સિદ્ધપુરના ધોળીપોળના મહાઢમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહનું આયોજન કરાયું

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ધાર્મિક નગરી સિધ્ધપુરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે ધોળીપોળ ના મહાઢ માં શ્રીભૂલેશ્વર મહાદેવ બાપા ના સાનિધ્યમાં શ્રી ભુલેશ્વર ભક્ત મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત પારાયણના
કથા વક્તા શાસ્ત્રી શ્રી રૂતુલભાઇ અશ્વિનભાઈ રાવલ(ગુરૂ) વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવતા સૌ ભક્તજનો ભાવવિભોર બન્યા હતા સર્વ પિતૃ ઓના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાન સપ્તાહ ફાગણ સુદ ૬ ને શુક્રવાર તા.૧૫/૦૩/૨૦૨૪ થી ફાગણ સુદ ૧૨ ને ગુરુવાર તા.૨૧/૦૩/૨૦૨૪ રાત્રે ૮ થી ૧૧ કલાક સુધી યોજાઈ હતી. આ પારાયણ માં પ્રથમ દિવસે પોથી યાત્રા, શ્રીવ્યાસ મુનિ નું પ્રાગટ્ય, બીજા દીવસે શ્રીસુખદેવજીનું પ્રાગટય, શ્રી કપિલ અવતાર, ત્રીજા દિવસે શ્રી વામન અવતાર,ચોથા દિવસે શ્રી રામ અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રીગોવર્ધન પૂજા તેમજ રાસલીલા, છઠ્ઠા દીવસે શ્રી રૂક્ષમણી વિવાહ,ભગવાનનું મોમેરું, ભગવાનની જાન તેમજ સાતમા દિવસે શ્રી સુદામા ચરિત્ર તેમજ શ્રીપરીક્ષિત રાજા ના મોક્ષની કથાનું સુંદર વર્ણન સાથે શ્રીમદ્દ ભાગવત પારાયણ ને વિરામ અપાઈ હતી. આ સાત દિવસીય ભાગવત કથા માં મહોલ્લા ના નાના બાળકો તેમજ યુવા મિત્રો દ્વારા આબેહૂબ વેશભૂષા ધારણ કરી વિવિધ પાત્રો ભજવ્યા હતા. ભાગવત કથાના વિરામ દિવસે નગરમાં સોભાયત્રા નીકાળવામાં આવી હતી સાથે સર્વે ભક્તજનો નું સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભાગવત પારાયણમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવિક ભક્તજનો કથાજ્ઞાનનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી, તેમજ બીજા દિવસે શ્રી ભુલેશ્વર મહાદેવ બાપાના સાનિધ્ય માં હોમાત્મક લઘુરુદ્ર યાગ તેમજ શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા નું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરરોજ દશેય દિવસ પાનવાળી ખડકી થી લઇ ધોળીપોળ તેમજ ડેરિયાવાડા ના તમામ રહીશો નું સમૂહ ભોજન પ્રસાદ નું આયોજન કરાયું હતું તેમજ સમગ્ર વિસ્તાર ને રંગ બે રંગી રોશની થી શણગારવામા આવ્યો હતો.સાથે આ ધાર્મિક આયોજન ને અનુલક્ષી ને મંડળના સભ્યો દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવી પુણ્યની પ્રાપ્તિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક કાર્યક્રમ ને લઈ સિદ્ધપુર સહિત દેશ વિદેશમાં વસતા મોહલ્લામાં વાસીઓ એ હર્ષોલ્લાસ થી ભગલાઈ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here