સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર ભાનુ ઓર્થોપેડિક હોસ્પિટલ નીચે પટેલ વિનોદભાઈ નરસિંહભાઈ ની બ્રહ્માણી ઓટો વર્કસ નામની દુકાનમાંથી ટેબલમાં મૂકેલી ચાવી વડે દુકાનની અંદર બનાવેલ એલ્યુમિનિયમની ચેમ્બરનો દરવાજો ખોલીને ટેબલના ખાનાનું લોક તોડીને અંદર પડેલ રોકડ રકમ રૂ.૨,૨૫,૦૦૦ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયાની કેફિયત સામે આવી છે.આ અંગે સિદ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી ઘટનાસ્થળે જઈ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.