સમા-જંત્રાલને જોડતા રોડનું ૧૭ વષૅથી ખખડધજ હાલતને લઈને શિવાજી ગૃપ જંત્રાલ આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથેનુ ધારાસભ્યને આવેદન પત્ર આપવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના સમાગામ પાસે આવેલ નમૅદા કેનાલથી જંત્રાલ નો મુખ્ય માર્ગ છેલ્લા ૧૭ વષૅ થી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. જોકે આ રોડ સમા-જંત્રાલ ની સાથે કાલોલ તાલુકાના બીજા અનેક ગામડાઓના લોકો પણ આ માગૅ દ્વારા કાલોલ શહેરમાં ખરીદી માટે જતાં હોય છે.તદુપરાંત સાંઠાસાલ સાવલી તરફ આ માગૅ તરફનાં રાહદારીઓ પણ આ માગૅ પરથી પોતાના વેપાર-ધંધા અને અભ્યાસ માટે આ રોડ પર થી પસાર થતા હોય છે.પરંતુ છેલ્લા ૧૭ વષૅ થી આ રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે રાહદારીઓને અનેક મુશ્કેલી સર્જાય છે.ઊલ્લેખનીય એ છેકે જો આ રોડ પર થી ૧૦૮ જો કોઈ પ્રસુતિ મહિલા ને પસાર થાય તો અનેક મુશ્કેલી ઉપસ્થિત થાય છે.આવા સંજોગોમાં કેટલીક વાર પ્રસુતિ પણ વાહનમાં જ થય જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અનેક મુશ્કેલીઓને લઈ હાલ શિવાજી ગૃપ જંત્રાલ અને આસપાસના ગામનાં યુવામિત્રો દ્વારા આ રોડ ને નવીનિકરણ કરવા માટે કાલોલ વિધાન સભાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ને આવેદન પત્ર આપ્યું જેમાં જણાવાયું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ પોહળો કરી તેનું નવીનીકરણ જો નહીં થાય તો જણાવ્યું છે કે ” રોડ નહીં તો વોટ નહીં ” જેવી એક ચિમકી ભયુૅ આવેદનપત્ર કાલોલ વિધાન સભાના ધારાસભ્ય ને જંત્રાલ ગામના શિવાજી ગૃપ દ્વારા આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણી ના વોટ મેળવવા માટે મતદારોની અરજ સાંભળી રોડનું કાયૅ કેટલાં સમય માં શરૂ કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here